ગાંધીનગરમાં ત્રણ હત્યા કરનાર સિરિયલ કિલરની એટીએસએ ધરપકડ કરી

0
54

આરોપીએ સાબરમતી વિસ્તારમાંથી પિસ્તોલની ચોરી કરી હતી
અમદાવાદ,તા.૧૫
ગાંધીનગરના ખુબ જ ચર્ચામાં આવેલા સિરિયલ કિલરની એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જ હવે ગાંધીનગરમાં સિરિયલ કિલર કેસનો ભેદ ઉકેલાઇ ગયો છે. ગુજરાત એટીએસે સિરિયલ કિલર મોનિષ માળી નામના આરોપીને ઝડપી પાડયો છે. ત્યારબાદ તેની પુછપરછ કરતા એક પછી એક ઘટસ્ફોટ કર્યા હતા. આરોપી સિરિયલ કિલર મોનિષ માળીએ જણાવ્યું કે, મેં સાબરમતી વિસ્તારમાંથી પિસ્તોલ ચોરી કરી હતી. હવે પોલીસ પિસ્તોલ ચોરી અંગે તપાસ હાથ ધરી દીધી છે.
ત્રણ હત્યાના કેસમાં ગુજરાત પોલીસ આ કિલરની છેલ્લા ઘણા સમયથી શોધખોળ કરી રહી હતી. જો કે, ગઇકાલે (શુક્રવારે) મોડી સાંજે બાતમીના આધારે સરખેજ વિસ્તારમાંથી એટીએસએ આ સિરિયલ કિલરને ઝડપી પાડયો હતો. આરોપીએ અડાલજમાં ૨ અને ઈન્ફોસિટીમાં એક હત્યા કરી હતી. ત્યારબાદ આ કેસ ગાંધીનગર માટે માથાનો દુઃખાવો બનેલો હતો. વિસ્તારમાં ડરનો માહોલ બનેલો હતો. પોલીસ માટે ચેલેન્જરૂપ કેસ બનતો જતો હતો. તેવામાં ૯ ડિસેમ્બર, ૧૨ ઓક્ટોબર અને ૨૬ જાન્યુઆરીએ સિરિયલ કિલર આરોપીએ હત્યા કરી હતી. ત્યારબાદ સિરિયલ કિલર પર રૂપિયા ૨ લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું. ૩ હત્યાના ગુનામાં સિરિયલ કિલર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઘટના વિશે તમને જણાવીએ તો ગાંધીનગરમાં ઉપરાઉપરી થેયલી ત્રણ હત્યા બાદ પોલીસે તપાસના દોર શરૂ કર્યા હતા. આ ત્રણેય હત્યાઓ પણ એક સરખી મોડસ ઓપરન્ડીથી કરવામાં આવી હતી. આ સિરિયલ કિલર પકડાવા માટે ગાંધીનગરના જીઁ મયૂર ચાવડાનાં વડપણ હેઠળ બનાવાયેલી જીૈં્ની ટીમ નિષ્ફળ નીવડી છે.
જો કે, પોલીસે એક શંકાસ્પદ કિલરનો સ્કેચ તૈયાર કરાયો હતો. જેને લોકોએ રાની નામનો વ્યંઢળ હોવાનું ઓળખ્યું હતું. ત્યારે સિરિયલ કિલરની આ ઘટનામાં પોલીસને કેટલાક સીસીટીવી હાથ લાગ્યા છે. જેમાં રાની નામનો વ્યંગઢ એક સીસીટીવી કેમેરામાં ક્લિક થયેલો સ્પષ્ટ જોવા મળ્યો હતો.
ક્યાં અને ક્યારે આપી હત્યાને અંજામ
ગાંધીનગરમાં એક પછી એક હત્યાના કેસમાં ગત મોડી સાંજે આરોપી સિરિયલ કિલર ઝડપાઇ ગયો છે. ૧૪મી ઓક્ટોમ્બરથી શરૂ થયેલ આ હત્યાના સીલસીલામાં કોઇ સિરિયલ કિલર હોવાનું પોલીસ માની રહી છે. ત્યારે આ સિરિયર કિલરે પહેલી હત્યા તારીખ ૧૪ ઓક્ટોમ્બર ૨૦૧૮ના રોજ દંતાલી ગામે ૭૦ હજારના દાગીનાની લૂંટ આચરી જયરામભાઇ રબારી (ઉં-૬૦)ની હત્યા કરી હતી. ત્યારબાદ બીજી હત્યા તારીખ ૯ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ કોબા પાટીયા નજીક આવેલા પ્રેક્ષાભારતી નજીક કેશવદાસ પટેલ (ઉં-૭૫)ની હત્યા કતરી હતી. ત્યારબાદ ત્રીજી હત્યા તારીખ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ શેરથા ટીંઢોળા ગામ રોડ નજીક ૨.૫ લાખના દાગીનાની લૂંટ ચલાવી જુઠાજી મગનજી ઠાકોર (ઉં-૪૫)ની હત્યા કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY