અમદાવાદ,તા.૨૧
દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ ઐતિહાસિક ચુકાદા બાદ હવે ગુજરાતનાં પ્રખ્યાત ક્લબને તેમના મેમ્બર્સ પાસેથી સર્વિસ ટેક્સનાં નામે લીધેલ ૯૦ કરોડ પાછા આપવા પડશે.
ક્લબ મેમ્બર્સ માટે સર્વોચ્ચ અદાલત દ્વારા ખુબ સારા સમાચાર આવ્યા છે સર્વોચ્ચ અદાલત દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે કોઈ પણ ક્લબ પાસે મેમ્બર્સ પાસેથી સર્વિસ ટેક્સ લેવાનો કોઈ અધિકાર નથી. ગુજરાતનાં કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ જેવા મોટા ક્લબ દ્વારા છેલ્લાં ૧૪ વર્ષ દરમિયાન લેવામાં આવેલ સર્વિસ ટેક્સ પાછા આપવા પડશે. આ ક્લબ દ્વારા ૯૦ કરોડથી વધારે ટેક્સ પાછા આપવા પડશે.
રાજપથ ક્લબ દ્વારા ૫૫ કરોડ જયારે કર્ણાવતી ક્લબ દ્વારા ૨૮ કરોડ રૂપિયા પાછા આપવામાં આવશે. જોકે હવે જોવાનું એ થશે કે આ ક્લબ બધાને તેમના પાછા કઈ રીતે આપશે. કારણ કે મોટા ભાગનાં મેમ્બર્સ પાસે ભૂતકાળમાં ભરેલ સર્વિસ ટેક્સનાં કોઈ પૂરાવા નથી. અમુક ક્લબ દ્વારા ક્લબ મેમ્બર્સ સાથે ચર્ચા કરીને અથવા કાયદાકીય પ્રક્રિયાઓ તપાસીને આ પૈસાને સર્વિસ સુધારવા માટે ઉપયોગ માટે કરવામાં આવે તેવી શક્યતાઓ પણ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


