ભાવનગર,તા.૨૧
તળાજા નજીકના બોરડા ગામ પાસે ખાનગી બસ પલ્ટી મારી ગઈ હતી જેમાં ૧ વ્યક્તિનું મોત નીપજ્યું છે. જલારામ ટ્રાવેલ્સની ખાનગી બસ વહેલી સવારે અમદાવાદથી ઉના જતી હતી તે સમયે આ ઘટના બની હતી. સવારના સમયે બોરડા ગામ નજીક બસ પહોંચી ત્યારે બસ ચાલકએ બસ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧ વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બસમાં સવાર ૨૫ કરતા વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી.
ઘટના બાદ ઘાયલોને સારવાર અર્થે ખસેડવા માટે ૪ થી ૫ ૧૦૮ની મદદ લેવામાં આવી હતી. ઘાયલોને સારવાર અર્થે તળાજા અને મહુવા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બસને બહાર કાઢી અને ટ્રાફિક ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




