અમદાવાદ,તા.૧૩
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્નના થોડાક મહિનાઓ બાદ પરીણીતાને જાણ થઇ કે તેના પતિના લંડનમાં રહેતા વ્યક્તિ સાથે સમલેગીંક સબંધો છે. કદાચ આ સાંભળીને પરણીતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હશે અને હજી બાકી હોય તેમ લગ્ન બાદ પતિની તબિયત નાદુરસ્ત રહેતા ડોક્ટરને બતાવતા મેડીકલ રીપોર્ટમાં સામે આવ્યું કે તેના પતિને એચ.આઈ.વી પોઝેટીવ છે. આ સંભાળીને જાણે આભ ફાટી પડયું હોય તેવી પરિસ્થતિ હાલ જમાલપુરની મહિલાને થઈને ઉભી રહી ગઈ છે. આ સમગ્ર બાબતને લઈને યુવતીએ દાણીલીમડા પોલીસ મથકે સાસુ સસરા અને પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
લગ્નના ૨૫ દિવસ બાદ પણ પતિ દ્વારા પોતાની પત્ની સાથે શારીરિક સબંધ નહિ બાંધતા પત્નીને પોતાના પતી ઉપર શંકા ગઈ હતી. જેના પગલે પરણીતા દ્વારા પોતાના પતિનો મોબાઈલ ફોન ચેક કરતા એક એવી હકીકત સામે જે સાંભળીને કોઈ પણ મહિલાના રૂંવાટા ઉભા થઇ જાય અને પગ નીચેથી જમીન પણ સરકી જાય. પતિના મોબાઈલ ફોનમાં તપાસ કરતા પરણીતાને માલુમ પડયું કે પોતાનો પતિ સમલૈંગિક છે. તેણે લંડનમાં કોઈ અજાણ્યા પુરુષ સાથે લગ્ન કરેલા હોવાની ચોકાવનારી હકિકતો પણ સામે આવી હતી. પતિ-પત્ની વચ્ચે ઝઘડો એટલે કે તકરાર પણ થઇ હતી અને બાદમાં સમગ્ર બાબતની જાણ સાસુ સસરાને કરતા તેઓ પણ આ સમગ્ર બાબતથી જાણકાર હોવાનું સામે આવતા પરણીતાને આંચકો લાગ્યો હતો. ત્યરબાદ મહિલાના પતિ યાસીન અજમેરવાલાની તબિયત કોઈ કારણોસર બગડતા ઘણા બ્લડ રીપોર્ટ કરાવ્યા હતા. જેમાં બીજો આંચકો મહિલાને લાગ્યો હતો. મેડીકલ રીપોર્ટમાં સામે આવ્યું હતું કે તેના પતિને એચ.આઈ.વી પોઝીટીવ છે. આવા એક પછી એક આંચકા બાદ મહિલાએ પોતાના માતા પિતાને ખબર પૂછવાના બહાને પોતાને સાસરે પણ બોલાવ્યા હતા ને સમગ્ર હકીકતથી માહિતગાર કર્યા હતા. જે બાદ આખરે કંટાળીને પરણિત મહિલા અને તેના માતા-પિતાએ ન્યાયની માંગણી સાથે દાણીલીમડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


