ગત ચૂંટણી કરતાં આ વખતે નાસ્તો અને જમણ ૧૫થી ૧૫૦ ટકા જેટલા મોંઘા
અમદાવાદ,તા.૧૩
કેન્દ્રીય ચૂંટણીપંચે લોકસભા બેઠક માટે ૨૩મી એપ્રિલે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર ખર્ચ ગત લોકસભા ચૂંટણી જેટલો જ એટલે કે રૂ.૭૦ લાખ સુધીનો કરી શકે તેવી જાગવાઇ છે. આ સાથે દરેક ચીજવસ્તુના લઘુતમ ભાવ પણ નક્કી કરી દીધા છે.
જે મુજબ આ ચૂંટણીમાં ઉમેદવારે અડધી ચાના રૂ.૧૦ અને ભોજનમાં ગુજરાતી થાળીના રૂ.૧૨૦ ખર્ચમાં બતાવવા પડશે. ગત ચૂંટણી કરતાં આ વખતે નાસ્તો અને જમણ ૧૫થી ૧૫૦ ટકા જેટલા મોંઘા થયા છે. ચૂંટણી વિભાગે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ચૂંટણી દરમિયાન કરવામાં આવતા વિવિધ ખર્ચના આંકડા મંગાવી દરેકના ભાવ નક્કી કર્યા છે.
જેમાં સાઉન્ડ સિસ્ટમથી માંડી બેસવાની ખુરશી, બેનર, હેન્ડબિલ, ટોપી, વીડિયોગ્રાફી, વાહનો ભાડે રાખવાં, જગ્યા ભાડે રાખવી વગેરે જેવી ૯૦થી વધુ બાબતો અને ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે અને તે ભાવ પ્રમાણે જ ઉમેદવારના ખર્ચમાં નોંધ કરવામાં આવશે. ચા, નાસ્તો અને ગુજરાતી થાળી સિવાયના મોટાભાગની વસ્તુઓનાં ભાડાં-ખર્ચમાં બે-પાંચ ટકાનો વધારો કરાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


