વેરાવળ હિટ એન્ડ રનઃ બેકાબૂ કાર જવેલર્સના શો-રૂમમાં ઘૂસી

0
6

વેરાવળ,તા.૧૩
“ઝડપની મજા મોતની સજા” બેફામ વાહન હંકારવાની મજા ક્યારે સજામાં બદલાતા વાર નથી લાગતી. ત્યારે વેરાવળમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બેકાબુ કારે રાહદારીઓને તો અડફેટે લઇને કાર સીધી શો રૂમમાં ઘુસી ગઇ હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, મંગળવારે મોડી સાંજે ગીર સોમનાથના વેરાવળમાં આવેલા મુખ્ય બજારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં એક બેકાબૂ કારે રસ્તે જઇ રહેલા ૨ રાહદારીઓને અડફેટે લીધા હતા. તેમ છતાં કારના ડ્રાઇવરે કારને ઉભી રાખી નહોતી. ઉલ્ટાનું કારને વધુ ઝડપથી હંકારતા કાર સીધી બજારમાં આવેલા એક શો-રૂમમાં ઘૂસી ગઇ હતી. બેકાબૂ કારે શો-રૂમનો મુખ્ય ગેટ તોડીને મોટા પ્રમાણમાં વિનાશ નોતર્યો હતો.
વેરાવળની મુખ્ય બજારમાં થયેલા આ ગમખ્વાર અકસ્માતનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY