૨૭૨૫૬ જેટલા આચારસંહિતા ભંગ કરતા પોસ્ટર બેનર હટાવાયા
લોકસભા ચૂટણીને લઈ આચારસંહિતાના ભંગ માં કોઈપણ નાગરિક સરળતાથી ફરિયાદ કરી શકે તેવી સી વિજીલ – એપથી અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી આવેલ ૪૦ જેટલી ફરિયાદ પૈકી ૨૫ જેટલી ફરિયાદોનો અમદાવાદ જિલ્લા ચૂટણી અધિકારી ડૉ..વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ તેની નિયત સમયમાં જ નિકાલ કરવામાં આવ્યો છે. આ એપમાં આવેલ ૪૦ પૈકીની ૧૫ ફરિયાદો સુસંગત ન હતી.
સી.વિજીલ એપમા આવતી ફરિયાદનો ૧૦૦ કલાકમા નિકાલ કરવાની ચૂટણી પંચે વ્યવસ્થા કરી છે ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ સમય મર્યાદામાં નિકાલ કર્યો છે.
આ સાથે ચૂટણી આચારસંહિતા જાહેર થતાં જ જિલ્લા ચૂટણી અધિકારીએ ત્વરિત કાર્યવાહી કરી આજદિન સુધી આચારસંહિતા ભંગ કરતા જાહેર જગ્યાઓમાં ૧૪૧૯૧ તેમજ ખાનગી જગ્યાઓમાં ૧૩૦૬૫ મળી કુલ ૨૭૨૫૬ પોસ્ટર બેનર દૂર કરવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




