ડાંગ જિલ્લામાં આર્થિક ગણતરી પૂર્વે માઈક્રોપ્લાનિંગ સેન્ટરો કાર્યરત

0
12

જિલ્લા કલેક્ટરે આંકડા અધિકારીને મોનીટરીંગ માટે સત્તા આપી
આહવા તા. ૨૪
ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષ-૨૦૧૯ દરમિયાન ૭ મી આર્થિક ગણતરી હાથ ધરાનાર હોઇ જિલ્લા સ્તરની સંકલન સમિતિ બેઠક ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોરના અધ્યક્ષ સ્થાને તા.૨૨/૭/૨૦૧૯ ના રોજ જિલ્લા સેવા સદન ખાતે યોજાઇ હતી.
કલેકટરશ્રી એન.કે.ડામોરે આર્થિક ગણતરી અંગેની બેઠકમાં જણાવ્યું હતું કે મોજણી દરમિયાન જિલ્લા આંકડા અધિકારી દ્વારા સંપૂર્ણ મોનીટરીંગ કરવાનું રહેશે. જિલ્લામાં માઇક્રો પ્લાનિંગ કરી હાલમાં કેટલા સેન્ટર કાર્યરત કરાયા છે તેમજ તમામ સ્ટાફને પુરતી તાલીમ આપવામાં આવી છે કે કેમ? ભારત સરકારશ્રીના આંકડાશાસ્ર તેમજ આયોજન અમલીકરણ મંત્રાલયના નેજા હેઠળ શરૂ થયેલી આર્થિક ગણતરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. સરકારશ્રી દ્વારા થનાર ખર્ચ અંગે ખૂબ જ તકેદારી રાખી સાચો ડેટા મળી રહે તે માટે દર અઠવાડિયે રીપોર્ટીંગ કરવાનું રહેશે.
જિલ્લા આંકડા અધિકારીશ્રી એ.સી.પટેલે સરકારશ્રીનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે દેશમાં કયા ­કારના ધંધા-રોજગાર ચાલી રહ્ના છે. કયા રોજગારમાં કેટલા લોકો રોકાયેલા છે. દેશના આર્થિક ક્ષેત્રના વિકાસ માટે પરિસ્થિતિનું સાચુ ચિત્ર મળી શકે તે માટે ભારત સરકારના આંકડાશાસ્ત્ર અને આયોજન મંત્રાલય દ્વારા ૧૯૭૭ થી શરૂ કરીને અત્યાર સુધી ૬ આર્થિક ગણતરીઓ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં મોટા ઉઘોગો,નાના લધુ ઉઘોગો,આર્થિક યોજનાનો સમાવેશ થાય છે. પરિણામે ભવિષ્યમાં નીતિ ધડવા માટે ગ્રામ્ય કક્ષા,તાલુકા કક્ષા,જિલ્લા અને રાજ્ય તેમજ દેશના વિકાસમાં માહિતી ઉપયોગી થઇ શકે છે.
ડિસ્ટ્રીક્ટ મેનેજર શ્રી સુમિત ચૌધરીએ કહયું હતું કે પહેલી વખત અોનલાઇન મોબાઇલ એપ્લીકેશન થી દરેક કુટુંબની મુલાકાત લઇ તમામ માહિતી એકત્રીત કરવામાં આવશે.
આ કામગીરી મોબાઇલ એપ થી અોફલાઇન પણ કરી શકાશે. જિલ્લામાં કુલ ૬૫ સેન્ટરો ઉપર કામગીરી શરૂ કરવામાં આવી છે. કુલ ૨૦૪ અોપરેટરોને તાલીમ આપી સુસજ્જ કરાયા છે. આ કામગીરીનું અોડિટ પણ નિયમાનુસાર કરવામાં આવશે. જેના માટે ­દીપકુમાર અને સુષાંત કનોજીઆની નિમણૂંક કરવામાં આવી છે. જરૂર જણાય ત્યાં તેમનો દિશા નિર્દેશ મળી રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY