મહિલા નર્સરી યોજના અંતર્ગત ૨.૩૦ લાખ રોપાઓનો ઉછેર

0
38

તાપી જિલ્લામાં મોટા પાયે વનીકરણ ઝૂંબેશ
વ્યારા, તા. ૨૪
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તાપી જિલ્લામાં ૭૦માં વનમહોત્સવ નિમિત્તે જુદીજુદી યોજનાઓ હેઠળ રોપ વિતરણ કરવા માટે ૧૫.૮૦ લાખ જેટલા વિવિધ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.
જિલ્લામાં ડીસીપી મહિલા નર્સરી યોજનામાં વ્યારા તાલુકામાં ચીખલાવ,બોરખડી અને ગડત ખાતે નીલગીરી સાગ, ફળાઉ ફુલછોડ અને અન્ય મળી ૩૦ હજાર, વાલોડ ખાતે ૨૦ હજાર, સોનગઢ તાલુકામાં બોરપાડા અને મેઢા ખાતે ૨૦ હજાર, ઉચ્છલ ખાતે ૧૫ હજાર, નિઝરના ઉમજા ખાતે ૧૫ હજાર મળી એક લાખ. ખાસ અંગભુત મહિલા નર્સરીમાં વ્યારા તાલુકામા કરંજવેલ અને ખુરદી ખાતે ૨૦ હજાર, વાલોડના દેગામાં ખાતે ૧૦ હજાર, સોનગઢ તાલુકામાં ભુરીવેલ અને ઉખલદા ખાતે ૨૦ હજાર, કુકુરમુંડા/મોરંબા ખાતે ૧૦ હજાર, નિઝરના નિભોર ખાતે ૧૦ હજાર મળી ૭૦ હજાર જ્યારે એસએચજી/એસસી ગૃપ મહિલા નર્સરીમાં નર્સરીમાં વ્યારા તાલુકામાં મગરકુઇ અને ચીખલાવ ખાતે ૨૦ હજાર, વાલોડના ડુમખલ ખાતે ૧૦ હજાર, સોનગઢ તાલુકામાં ગોપાલપુરા ખાતે ૧૦ હજાર, ઉચ્છલના નિભોર ખાતે ૧૦ હજાર અને નિઝર તાલુકામાં નિઝર અને આડદા ખાતે ૧૦ હજાર મળી ૬૦ હજાર મળીને મહિલા નર્સરી યોજના હેઠળ કુલ ૨.૩૦ લાખ રોપાઅોનો ઉછેર કરાયો છે.
સામાજિક વનીકરણ દ્વારા અમલી ડીસીપી શાળા/કિસાન/ગૃપ નર્સરી યોજના હેઠળ નાના સીમાંત ખેડુતો,ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો, ખેત વિહોણા મજુરો તેમજ શાળાઓ મારફત રોપાઓ વન ખાતાના તાંત્રિક માર્ગદર્શન હેઠળ ઉછેરવામં આવે છે. ઇચ્છુક વ્યક્તિઓએ શાળાઓની હદમાં આવતા રેંજફોરેસ્ટ ઓફિસર તથા નાયબ વનસંરક્ષકને અરજી કરવાની રહે છે. આ યોજનાના લાભાર્થીને ઉછેરેલ રોપા સામે ત્રણ હપ્તામાં રકમ ચુકવવામાં આવે છે. લાભાર્થી આ રોપાઓનું જાતે વિતરણ કરીને પણ વધારાની આવક મેળવી શકે છે.
રોપા મેળવવા તથા વધુ જાણકારી માટે સામાજિક વનીકરણ વિભાગ સુરત હસ્તકના તાપી જિલ્લાની તાલુકા રેંજ કચેરીઓના સરનામા આ મુજબ છે. નાયબ વનસંરક્ષક જે.એચ.રાઠોડ, સુરત ટેલીફોન નં.(ઓ.૦૨૬૧-૨૭૩૩૮૩૧/રહે.૨૬૬૭૨૬૫) મદદનીશ વનસંરક્ષક સા.વ.યો. સુરત એમ.એસ. કટારા ટેલીફોન નં.(ઓ.૦૨૬૧- ૨૭૩૩૮૩૧) પરિક્ષેત્રવન અધિકારીઓમાં વાલોડ (૦૨૬૨૫-૨૫૬૫૮૪), સોનગઢ (૦૨૬૨૪-૨૨૨૨૬૪), વ્યારા-ડોલવણ માટે (૦૨૬૨૬-૨૨૦૫૧૯) તથા ઉચ્છલ-નિઝર અને કુકરમુંડા માટે (૦૨૬૨૮-૨૬૩૧૧૨૫/૨૪૪૬૦૧) પર સંપર્ક કરવાનો રહેશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY