આહવા ખાતે યોજાઇ આરોગ્ય વિભાગની શ્રેણીબદ્ધ બેઠકો ..

0
50

જિલ્લાના આરોગ્ય વિભાગે ઉચ્ચાધિકારીઓને કર્યા કામગીરીથી વાકેફ

ડાંગ જેવા દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં વસતા પ્રજાજનોના આરોગ્ય જતન કાજે સતત ચિંતિત રાજ્ય સરકાર, અને જિલ્લા પ્રશાસનના પ્રયાસોમાં સ્થાનિક જનપ્રતિનિધિઓની જાગૃતિ તથા સહભાગીદારીતા જરૂરી છે તેમ ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે જણાવ્યું હતું.

આહવા ખાતે યોજાયેલી આરોગ્ય વિભાગની શ્રેણીબદ્ધ બેઠકોને સંબોધતા કલેક્ટર શ્રી કુમારે જિલ્લાના ચૂંટાયેલી પાંખના પ્રજા પ્રતિનિધિઓને, રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી મેળવી, છેવાડાના જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી તેની જાણકારી પહોંચાડવા માટે તેમનો વ્યાપક સહયોગ જરૂરી છે તેમ જણાવ્યું હતું. ડાંગ જિલ્લામાંથી કુપોષણને દેશવટો આપવા સાથે અહીંના પ્રજાજનોના સ્વાસ્થ્ય, સુખાકારી માટે જિલ્લા પ્રશાસન, અને રાજ્ય સરકાર અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓ, કાર્યક્રમો સાથે સતત ચિંતિત રહીને કામગીરી કરી રહી છે ત્યારે, પ્રજાકિય જાગૃતિ સાથે પ્રજાપ્રતિનિધિઓની ભાગિદારી પણ એટલી જ મહત્વની બની રહે છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

જિલ્લામાંથી માતા અને બાળ મૃત્યુદર ધટાડવા સાથે કુપોષણ નિવારવા માટે સતત કાર્યરત આરોગ્યકર્મીઓને યોગ્ય સહકાર અને પ્રોત્સાહન આપવા સાથે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ચૂંટાયેલા પદાધિકારીઓ પ્રજાકિય સ્વાસ્થ્ય માટે સંવેદનશીલતા સાથે સહયોગી બને તે આવશ્યક છે તેમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ બેઠક દરમિયાન ઉમેર્યું હતું.

કલેક્ટર કચેરીના સભાખંડમાં તાજેતરમાં યોજાયેલી આરોગ્ય વિભાગની શ્રેણીબદ્ધ બેઠક દરમિયાન જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતાએ જિલ્લામાં ચાલી રહેલી આરોગ્યલક્ષી કામગીરીથી ઉચ્ચાધિકારીઓને વાકેફ કર્યા હતા. આરોગ્ય અધિકારીઓ સર્વશ્રી ડૉ.પૌલવસાવા, ડા.દિશેન શર્મા અને ડૉ.ડી.સી.ગામીતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના સહારે જિલ્લાની આરોગ્યલક્ષી કામગીરીથી સૌને અવગત કરાવ્યા હતા.

દરમિયાન જિલ્લામાં નવા તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગલકુંડના મકાનના પ્રજાર્પણ બાદ, આગામી તા.ર૯મી સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ ઝાવડા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું પ્રભારી મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરાશે, તેમ ડૉ.મેધા મહેતાએ જણાવ્યું હતું. જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબક્કાવાર નવિનિકરણ સાથે આગામી દિવસોમાં સાપુતારા અને ગારખડીના આરોગ્ય કેન્દ્રોનું પણ આધુનિકરણ કરાશે તેમ જણાવતા ડૉ.મહેતાએ જિલ્લામાં સર્પદંશ સહિતના કેસો માટે જરૂરી દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ જણાવ્યું હતું. મીસલ્સ-રૂબેલાના રસિકરણ ક્ષેત્રે જિલ્લાએ ઉત્કૃષ્ટ કામગીરી કરી, રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે તેમ ઉમેર્યું હતું.

ડાંગ જિલ્લાની સરહદને અડીને આવેલા નાશિક અને પાડોશી સૂરત જિલ્લામાં દેખાયેલા સ્વાઇન ફલૂના પોઝેટિવ કેસની અસર સરહદી જિલ્લાને ન થાય તે માટે આહવાની સિવિલ હોસ્પિટલ ખાતે સ્વાઇન ફલૂ માટેના સ્પેશ્યલ વૉર્ડ તૈયાર કરવાની કામગીરી સહિત ઠેર ઠેકાણે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યાં છે તેમ જણાવતા ડૉ.મેધા મહેતાએ સાપુતારા સહિત જિલ્લાના અન્ય સ્થળોએ કાર્યરત હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની જગ્યાઓ ઉપર સ્વચ્છતા બાબતે વિશેષ ડ્રાઇવ હાથ ધરાશે તેમ પણ જણાવ્યું હતું.

જિલ્લામાં ડેન્ગ્યૂ સહિત ઝાડા, ઉલ્ટી, તાવ, કમળો, ટી.બી., રક્તપિત્ત જેવી બિમારીઓ માટે હાથ ધરાયેલી કામગીરીનો ઉલ્લેખ કરીને, આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓએ સૌના સાથ, અને સહકારથી સ્વસ્થ અને સ્વચ્છ ડાંગના લક્ષ નિર્ધારમાં સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.

કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આરોગ્ય વિભાગની શ્રેણીબદ્ધ બેઠકોમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરી, ડાંગ સ્વરાજ આશ્રમના સંચાલક શ્રી ગાંડાભાઇ પટેલ, આહવાના તબીબ ડૉ.એ.જી.પટેલ સહિત જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY