ભરૂચ જિલ્લા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ.

0
11

ભરૂચની એપીએમસીની ચૂંટણીમાં સોમવારે સવારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને વાઇસ ચેરમેન તરીકે નાગજી ગોહિલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

ભરૂચની બજાર સમિતિનું કાર્યશેત્ર ભરૂચ અને વાગરા આવેલું છે. બજાર સમિતિની 4 જાન્યુઆરી એ  2018/19 ની બજાર સમિતિની મુદત પુરી થતા ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થયું હતું અને 9 જાન્યુઆરીના રોજ ચૂંટણીની તારીખ જાહેર થઈ હતી.પરંતુ આ વખતે પણ તેમની સામે કોઈ પણ પેનલના ઉમેદવારો ઉભા નહિ રહેતા ત્રીજી વખતે અરૂણસિંહની પેનલનો વિજય થયો હતો. સોમવારના રોજ ચેરમેન તથા વાઇસ ચેરમેન ચૂંટણી જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળઓ નર્મદાના અધ્યક્ષની હાજરીમાં યોજાઈ હતી.બજાર સમિતિના ચેરમેન તરીકે અરૂણસિંહ રણા અને વાઇસ ચેરમેન તરીકે નાગજી ગોહિલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.સતત ત્રીજી વખત તેમની પેનલનો વિજય તથા તેમના સમર્થકોએ તેમને વધાવી લીધા હતા.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY