અમરનાથ યાત્રાની શરૂઆત થઇ ચુકી છે. જે હવે ૨૬મી ઓગષ્ટ સુધી ચાલનાર છે. પહેલગામ અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ તરીકે છે. ત્યાંથી અમરનાથની પવિત્ર ગુફા સુધી ચાલતા જવા માટેની યાત્રા શરૂ થાય છે. આ ઉપરાંત બાલટાલથી પણ એક અન્ય રૂટ મારફતે અમરનાથ ગુફા સુધી પહોંચી શકાય છે. અમરનાથ યાત્રા પર જઇ રહેલા લોકોને કેટલીક બાબતો જાણી લેવી જરૂરી છે. અમરનાથ દર્શન કરવા માટે જુદા જુદા વિકલ્પ મારફતે પહોંચી શકાયછે. સડક માર્ગની વાત કરવામાં આવે તો અમરનાથ ગુફાના માર્ગ પર રસ્તા ખુબ જટિલ છે. અહીં દેશના અન્ય હિસ્સા સાથે જાડનાર સીધી માર્ગ સુવિધા નથી. માર્ગના રસ્તાથી અમરનાથ પહોંચી જવા માટે પહેલા જમ્મુ સુધી જવાની જરૂરહોય છે. ત્યારબાદ જમ્મુથી શ્રીનગર પહોંચવાની જરૂર હોય છે. શ્રીનગરથી પહેલગામ અથવા તો બાલટાલ પહોંચી શકાય છે. આ બન્ને સ્થળોથી અમરનાથ યાત્રા શરૂ કરી શકાય છે. શ્રીનગરથી પહેલગામ આશરે ૯૨ કિલોમીટર અને બાલટાલ આશરે ૯૩ કિલોમીટર છે. બસ અથવા તો ટેક્સી સેવાથી પણ પહેલગામ પહોંચી શકાય છે. દિલ્હીથી નિયમિત રીતે બસ અમરનાથ સુધી ઉપલબ્ધ છે. દિલ્હીથી અમરનાથ ૬૩૧ કિલોમીટરના અંતરે છે. હવલાઇ માર્ગની વાત કરવામાં આવે તો પહેલગામથી અમરનાથની ચાલતા યાત્રા શરૂ થાય છે. યાત્રી દેશના જુદા જુદા ભાગોમાંથી શ્રીનગર એરપોર્ટ પહોંચી શકે છે. જમ્મુ એરપોર્ટ પર પણ પહોંચી શકાય છે. પહેલગામથી સૌથી નજીક એરપોર્ટ શ્રીનગર છે. જે ૯૦ કિલોમીટર છે. દિલ્હીથી શ્રીનગર દોઢ કલાકમાં પહોંચી શકાય છે. મુંબઇથી શ્રીનગર ત્રણ કલાકમાં અને બેંગલોરથી સાડા ચાર કલાકમાં પહોંચી શકાય છે. રેલવે માર્ગની વાત કરવામાં આવે તો પહેલગામથી સૌથી નજીક સ્ટેશન ઉધમપુર છે. જે આશરે ૨૧૭ કિલોમીટર છે. પરંતુ જમ્મુ વધારે સારી રીતે જાડાયલ સ્ટેશન તરીકે છે. જમ્મુ રેલવે સ્ટેશનનુ નામ જમ્મુ તવી છે. અહીંથી દેશના તમામ મોટા શહેર માટે ટ્રેનની સુવિધા છે. અમરનાથ રૂટની વાત કરવામાં આવે તો પહેલગામ અથવા તો બાલટાલ સુધી કોઇ પણ વાહનમાં પહોંચી શકાય છે. પહેગામથી અમરનાથની પવિત્ર ગુફાની દુરી ૪૮ કિલોમીટર અને બાલટાલથી ૧૪ કિલોમીટરની છે. પહેલગામ રૂટ અમરનાથના સૌથી જુના અને ઐતિહાસિક રૂટ તરીકે છે. આરૂટથી ગુફા સુધી પહોંચવામાં ત્રણ દિવસ લાગે છે. પહેલગામથી પ્રથમ સ્ટેશન ચંદનવાડી છે. જે પહેલગામથી ૧૬ કિલોમીટરના અંતરે છે. ત્યારબાદ પિસ્સુ ટોપ છે.ત્યારબાદ શેષનાગ છે. જે પિસ્સુ ટોપથી નવ કિલોમીટરના અંતરે છે. શેષનાગ બાદ પંચતારણી આવે છે. જે શેષનાગથી ૧૪ કિલોમીટરના અંતરે છે. પંચતારણીથી પવિત્ર ગુફા માત્ર છ કિલોમીટરના અંતરે છે. દક્ષિણ કાશ્મીરમાં પહેલગામ પણ યાત્રાના બેઝકેમ્પ તરીકે છે. ગયા સપ્તાહમાં પીડીપી સરકારને ભાજપે ટેકો પાછો ખેંચી લીધા બાદ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામનની ખીણની આ પ્રથમ મુલાકાત હતી. ચીનાર ખાતે યોજાયેલી બેઠકમાં નોર્થન આર્મી કમાન્ડર લેફ્ટી જનરલ રણબીરસિંહ, ચીનાર કોર્પ કમાન્ડર લેફ્ટી જનરલ એકે ભટ્ટ પણ ઉપÂસ્થત રહ્યા હતા. તમામ સુરક્ષા પાસાઓની ચકાસણી કરવામાં આવી હતી. આ વખતે અમરનાથ યાત્રા દરમિાયન કોઇ પણ બનાવ ન બની શકે તે માટે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે. અર્ધલશ્કરી દળોની ૨૦૧૩ વધારાની કંપનીઓ ગોઠવી દેવામાં આવી છે. જમ્મુથી યાત્રા માર્ગના બે રુટ ઉપર સુરક્ષા મજબૂત રાખવામાં આવશે. આ બે બેઝકેમ્પમાં સોનમર્ગના બલતાલ કેમ્પ અને પહેલગામમાં નુનવાન બેઝ કેમ્પનો સમાવેશ થાય છે. સરકારે એનએસજી સહિત ખાસ કમાન્ડો પણ પહેલાથી જ ગોઠવી દીધા છે.અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે.
આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન, સેનાના વડા બિપીન રાવત સહિતના તમામ લોકો યાત્રીઓની સુરક્ષાને લઇને ખુબ જ ગંભીર દેખાઈ રહ્યા છે. અમરનાથ યાત્રા દરમિયાન કોઇપણ બનાવ ન બને તે માટે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે. આ વખતે યાત્રાના રુટ ઉપર અર્ધલશ્કરી દળોની ૨૦૧૩થી વધુ વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવનાર છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




