રાજકીય પક્ષો ચૂંટણી જીતવાના ઇરાદા સાથે જ મેદાનમાં ઉતરે છે. તેમના માટે અપરાધ અને ગંભીર ગુના જેવી બાબત ગૌણ બની જાય છે. આ બાબત વર્ષ ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણી વેળા પણ સપાટી પર આવી હતી. વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણી પહેલા એસોસિએશન ઓફ જેમોક્રેટિક્સ રિફોર્મ અને નેશનલ ઇલેક્શન વોચ જેવી સંસ્થાઓ દ્વારા કેટલાક સારા આંકડા જારી કરવામાં આવ્યા હતા.જેમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ હતુ કે દેશના બે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે મોટી સંખ્યામાં અપરાધિક રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપી હતી. ભાજપે ૩૭ ટકા અને કોંગ્રેસે ૨૬ ટકા અપરાધિક રેકોર્ડ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપી હતી. કમનસીબ બાબત એ છે કે પ્રજાએ પણ આમાંથી ૧૮૬ ઉમેદવારોને લોકસભામાં પહોંચાડી દીધા હતા. એટલે કે કુલ સભ્યો પૈકી ૩૪ ટકાથી વધારે આવા સભ્યો થઇ ગયા હતા. વર્ષ ૨૦૦૯ની વાત કરવામાં આવે તો આ ટકાવારી ૩૦ ટકાની હતી. એટલે કે આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૦૯ની તુલનામાં વર્ષ ૨૦૧૪માં આવા ઉમેદવારોની સંખ્યા વધારે હતી. મુલ્યાંકનમાં દર્શાવવામાં આવ્યા હતા કે જીતના એકમાત્ર હેતુ સાથે ખરાબ રેકોર્ડ ધરાવતા લોકોને ટિકિટ આપવામાં આવે છે. આ વખતે પણ આવી જ સ્થતી રહી શકે છે. આ વખતે યોજાનારી ચૂંટણીમાં સ્થતી વધારે ખરાબ રહી શકે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



