તારા પ્રેમાળ ચહેરા પર નજર સ્થિર થઇ ગઇ તારા વગરની આખી દુનિયા મને વેરાન લાગે

0
543

કોલમ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
મો.નંબર-9824856247

સૂર્યોદય થવાની તૈયારી છે અને  શહેરના લોકો પણ ઘરની બહાર નિકળીને જીમમાં કે બગીચામાં જઇને કસરત કરી રહ્યા છે ત્યારે વૈભવી જીવનશૈલીથી જીવન જીવતી સુગંધી નામની ખૂબસૂરત યુવતી જિમમાં જઈને કસરત કરવા માટે ઘરેથી પોતાની ગાડીમાં નીકળે છે. પોતાની ગાડીમાં સુગંધી ધીમા આવેજ સુમધુર ફિલ્મી ગીતો સાંભળી રહી છે અને જીમમાં જઇને કસરત કરે છે. સુગંધી નિયમિતરીતે જીમમાં જઈને કસરત કરી રહી છે અને બીમાર હોવા છતાં પણ તે જિમમાં જવાનું ક્યારેય પણ ટાળતી નથી. આમ તો સુગંધીનો સ્વભાવ થોડો જીદ્દી છે પરંતુ તે પ્રેમાળ લાગણીઓના દરિયામાં પણ ઝડપથી વહી જાય તેવી છે. બુધવારે નિત્યક્રમ મુજબ સુગંધી પોતાના ઘરેથી કાર લઇને ડ્રાયવર સાથે બહાર નીકળી રહી હોય છે ત્યારે જીગર નામનો યુવક સુગંધી ને દુરથી નિહાળે છે અને તેની નજર સુગંધીના ચહેરા પર સ્થિર થઈ જાય છે. પહેલી નજરે જ જીગરની આંખો થી મનમાં સુગંધી વસી જાય છે અને તેને ચારે બાજુ સુગંધી જ દેખાવા લાગે છે.  જીગર પોતાના સઘળા કામ કાજ ભૂલી જાય છે અને સુગંધીનો દીવાનો બની જાય છે. જીગર સુગંધીની પાછળ પાછળ ફર્યા કરે છે અને સુગંધી ને ખુશ કરવાના સતત પ્રયત્નો પણ કરે છે. જીગર સુગંધીનું  સતત અનુકરણ કરી રહ્યો છે. પરંતુ બીજી બાજુ સુગંધી આ બધી વાતથી અજાણ છે અને તે તો દૈનિક સવારે વહેલા ઊઠીને જિમમાં આવી રહી છે અને નિત્યક્રમ મુજબ કસરત કર્યા કરે છે.  સુગંધી ને જોવા માટે જીગર પણ જિમમાં જઈને કસરત કરવા લાગે છે. જીગર નિયમીત જીમમાં આવે છે અને થોડી કસરત પણ કરે છે. જિમમાં જવાનું તો માત્ર એક બહાનું છે પરંતુ જીગર સુગંધી સાથે મહત્તમ સમય પસાર કરી શકાય તે માટે પ્રયત્નશીલ હોવાથી જીમમાં આવે છે. ખૂબસૂરત સુગંધી પોતાની મસ્તીમાં મસ્ત રહીને પોતાનું કામકાજ કરી રહી છે. થોડા મહિનાઓ આમ ચાલ્યા પછી જીગર થોડી હિંમત એક્ઠી કરીને સુગંધી સાથે વાત કરવાનું નક્કી કરે છે. તેમ છતાં પણ જિગરના મનમાં ડર છે કે સુગંધી જો તેને નફરત કરવા લાગશે તો મારા પ્રેમ નું શું થશે? આવા અનેક પ્રકારના વિચારોના વમળોમાં જીગર ફસાઇ રહ્યો છે તેમ છતાં પણ સુગંધી પ્રત્યેનો તેનો પ્રેમ સહેજ પણ ઓછો થતો નથી અને દિનપ્રતિ દિન પ્રેમ વધી રહ્યો છે.
વહેલી સવારમાં જીમમાં બે કલાક જેટલો સમય કસરત કર્યા પછી સુગંધી જ્યારે બહાર નીકળી રહી હોય છે ત્યારે જીગર સુગંધીની ગાડી પાસે આવીને ઉભો રહે છે અને હિંમત કરીને સુગંધી સાથે પહેલી વખત વાત કરે છે. જીગર સુગંધીની ફિટનેસના ખૂબ વખાણ કરે છે અને સાથે તેના સ્વભાવના પણ વખાણ કરે છે ત્યારે સુગંધી કહે છે કે મને ચણાના ઝાડ પર તમે ન ચડાવશો. હું તો આવી જ છું અને આવી જ રહેવાની છું. મારા વર્તનમાં કે મારા સ્વભાવમાં કોઇ ફરક પડવાનો નથી. તમારે કામ શુ છે તે કહો ત્યારે જીગર કહે છે કે કામ તો વાત કરીએ પછી કહીશ ને. સામાન્ય રીતે અજાણ્યા યુવકો સાથે ક્યારે પણ વાતચીત ન કરતી સુગંધી આજે જીગર સાથે સહજતાથી વાત કરી રહી છે. થોડા સમય સુધી જીગર અને સુગંધીની વાતચીત ચાલે છે અને પછી બંને છૂટા પડે છે. સુગંધી ચાલ્યા ગયા પછી એ સ્થાન પર જીગર નાચવા લાગે છે અને પોતાને અગણિત ખુશીઓ વ્યક્ત કરી રહ્યો છે. ખુશીના કારણે જીગરની આંખોમાંથી અશ્રુધારા પણ વહેવા લાગે છે. પોતાની લાગણીઓ પર જીગર નિયંત્રણ નથી રાખી શકતો. જીગરના મિત્રો તેને સંભાળે છે અને જીગર મિત્રોની સાથે પોતાની ખુશી મનાવી રહ્યો છે. થોડા મહિનાઓની વાતચીત અને ઓળખાણ પછી જીગર અને સુગંધી મિત્ર બને છે અને હવે જીગર તથા સુગંધી એકબીજાની સાથે જોવા મળી રહ્યા છે. જીમ હોય મોલ હોય કે પછી મલ્ટિપ્લેક્સ દરેક જગ્યાએ સુગંધી પડછાયાની જેમ જીગરની સાથે હોય છે અને બંને સાથે મળીને મોજશોખ પાછળ પાણીની જેમ અઢળક પૈસા વાપરી  રહ્યા છે. જીગર અને સુગંધી શ્રીમંત પરિવારના હોવાથી મોજશોખ પાછળ પૈસા વાપરવામાં સહેજ પણ કચાશ રાખતા નથી અને વૈભવી સ્ટાઇલથી જીવનનો આનંદ માણી રહ્યા છે. બપોરના સમયે સુગંધી અને જીગર શહેરની ખ્યાતનામ હોટલમાં જઇને જમવાનું જ પસંદ કરે છે અને માટાભાગે સાથે બપોરનો સમય પસાર કરે છે. સુગંધી સાથે હોય ત્યારે જિગરની નજર સુગંધીના ચહેરા પર સ્થિર થયેલી જોવા મળે છે અને તે કલાકો સુધી માત્ર ને માત્ર સુગંધીના ચહેરાને પ્રેમથી નિહાળ્યા કરે છે. જીગરનો અપાર પ્રેમ સુગંધી અનુભવી રહી છે અને જીગર ને પૂછે છે કે જીગર મારા વગરની તારી દુનિયા કેવી છે? ત્યારે જીગર કહે છે કે તારા વગરની આખી દુનિયા મને વેરાન લાગે છે. મારા માટે આખી દુનિયા માત્ર સુગંધી જ છે. સતત સાથે રહેવાના કારણે હવે સુગંધીના મનમાં પણ પ્રેમના અંકુર ફૂટવા લાગ્યા છે અને તે પણ જીગર ને મનોમન પ્રેમ કરવા લાગી છે.  સુગંધી જિગર સામે પ્રેમનો એકરાર કરવાનું હાલ પૂરતું ટાળી રહી છે. પરંતુ સુગંધીનો પ્રેમાળ વ્યવહાર અને આંખોમાં છલકતી લાગણી જોઇને જીગર બધું સમજી જાય છે કે સુગંધી પણ તેને ભરપૂર પ્રેમ કરવા લાગી છે. આવા સમયે જીગર એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સુગંધીની આંખોમાં આંખ નાખી ને જુએ છે અને કહે છે કે હું તને પ્રેમ કરું છું. બસ પછી તો જીગર અને સુગંધી ઘણા સમય સુધી ચૂપચાપ એકબીજાની સામું જોયા કરે છે અને  પછી સુગંધી ખડખડાટ હસવા લાગે છે. હું તને પ્રેમ ન કરું તો? તેવો સુગંધી પ્રશ્ન કરે છે ત્યારે જીગર કહે છે કે તો પછી હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરી લઈશ. ત્યારે સુગંધી કહે છે કે એવી કોઈ છોકરીમાં હિંમત છે કે હું તારી સાથે હોય અને તને પ્રેમ કરી શકે. હું પણ તને પ્રેમ કરું જ છું. આટલુ કહીને બંને ભેટી પડે છે અને સુગંધીની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગે છે. જીગર સુગંધીનો હાથ પોતાના હાથમાં લઈને તેને જીવનભર ખુશ રાખવાનું વચન આપે છે અને આ જ સમયે સુગંધી જીગર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. જીગર કહે છે કે ભલે પ્રેમ આપણે આપણી મરજીથી પ્રેમ કર્યો છે પરંતુ લગ્ન આપણે બન્ને પરિવારની મરજીથી જ કરીશું ત્યારે આ વાતથી સુગંધી પણ સહમત થાય છે. જીગર અને સુગંધી સાથે મળીને પરિવારને પોતાના પ્રેમ વિશે જાણ કરે છે અને બંને પરિવારની સહમતી મળતા લગ્ન નિશ્ચિત કરવામાં આવે છે. શહેરની મધ્યમાં આવેલા વિશાળ પાર્ટી પ્લોટમાં સુગંધી અને જીગરના ધામધુમથી લગ્ન કરવામાં આવે છે. સુગંધી હવે જીગરની જીવનસાથી બની જાય છે. લગ્ન પછી પણ જીગર દ્વારા સુગંધીની પુરતી કાળજી રાખવામાં આવી રહી છે અને બન્ને એકબીજાને ભરપુર પ્રેમ આપી રહ્યા છે. જીગર અને સુગંધી બે જીવ અને એક આત્મા હોય તેમ વર્તી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY