શ્રીનગર,
તા.૧૦/૫/૨૦૧૮
કાશ્મીરમાં અશાંતિ ફેલાવનારા જૂથોને આર્મી ચીફની કડક શબ્દોમાં ચેતવણી આપી
કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ અમારુ અભિયાન ચાલુ જ રહેશે,યુવાનો મરે છે તો દુઃખ અમને પણ થાય છે,સીરિયા-પાકિસ્તાનની સેના જેવા અમે ક્રૂર નથી
સેના પ્રમુખ બિપિન રાવતે કાશ્મીરમાં અશાંતિ ફેલાવનારા જૂથોને ચેતવણી આપી છે. તેમણે ઇન્ટરવ્યુમાં કહ્યું કે કાશ્મીરની આઝાદી માટે હથિયાર ઉઠાવનારા યુવાનો જાણી લે કે તેમની આ ઇચ્છા ક્યારેય પૂરી નહીં થાય. તેમણે કહ્યું કે તમે અમારી સાથે લડશો તો અમે તમારી સાથે લડીશું. સેનાપ્રમુખે કહ્યું, કાશ્મીરી યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમને કહેવામાં આવી રહ્યું છે કે આ રસ્તા પર ચાલવાથી આઝાદી મળશે.
રાવતે કહ્યું, “હું કાશ્મીરી યુવાનોને જણાવી દેવા માંગું છું કે કાશ્મીરની આઝાદી અસંભવ છે. તે ક્્યારેય નથી થવાનું.” રાવતે કહ્યું, “હું સેના સાથે અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યાને મહત્વ નથી આપતો. તે તો ચાલતું રહેશે. નવી ભરતીઓ થતી રહેશે. આ બધું મહત્વનું નથી. તેનાથી (આતંકીઓને) કંઇપણ હાંસલ નથી થવાનું. તમે સેનાનો મુકાબલો નહીં કરી શકો.”
જનરલ રાવતે કહ્યું કે અથડામણમાં યુવાનો મરે છે તો દુઃખ અમને પણ થાય છે. અમને તેનાથી કંઇ ખુશી નથી થતી. પરંતુ તેઓ લડે છે તો અમારી પાસે પણ ભરપૂર તાકાતથી મુકાબલો કરવા સિવાય કોઇ ચારો નથી બચતો.
સેના પ્રમુખે કહ્યું કે કાશ્મીરી યુવાનોએ સમજવું જાઇએ કે ભારતીય સુરક્ષાદળો બીજા દેશો જેવા ક્રૂર નથી. સીરિયા અને પાકિસ્તાન તો આવી પરિસ્થતિનો સામનો કરવા માટે ટેંકો દ્વારા અને હવાઇ હુમલા કરાવે છે. બીજી બાજુ, અમારી સેના નાગરિકોની સુરક્ષા માટે દરેક શક્ય કોશિશ કરે છે.
તેમણે કહ્યું કે અમને ખબર છે કે કાશ્મીરી યુવાનોમાં ગુસ્સો છે, પરંતુ સેનાના જવાનો પર પથ્થર ફેંકવો એ કોઇ ઉપાય નથી.


