કોલમ:- “પ્રેમની વસંત બારેમાસ”
લેખક:- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
મો.નંબર:-9824856247
કોલેજમાં વિદ્યાર્થીઓને છૂટવાનો સમય થઈ ગયો છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ ક્લાસ રૂમ માંથી બહાર નીકળી કેમ્પસમાં અથવા તો કેન્ટિનમાં જોવા મળી રહ્યા છે પરંતુ અવની નામની યુવતી ક્લાસરૂમમાં બેસીને કોઈની આવવાની રાહ જોઈ રહી છે. અવની તું આમ ક્યાં સુધી ક્લાસરૂમમાં બેસી રહીશ તેમ સીમાએ પ્રશ્ન કર્યો ત્યારે તમને ફક્ત એટલું જ બોલી કે મારો આકાશ નહીં આવે ત્યાં સુધી. “આકાશ નક્કી કોઈ કામમાં ફસાઈ ગયો લાગે છે અને તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે જેના કારણે તેનો સંપર્ક પણ થઇ શકતો નથી તો તું આકાશને સંપર્ક થાય પછી મળી લેજે” તેમ સીમા એ કહ્યું. “આકાશ એ મને આજે ક્લાસરૂમમાં તેની રાહ જોવાનું કહ્યું છે એટલા માટે જ્યાં સુધી આકાશ નહીં આવે ત્યાં સુધી હું ક્લાસરૂમમાં જ બેસી રહીશ અને તેની રાહ જોઇશ. સીમા અને અવની વચ્ચે આકાશ અંગે વાતચીત ચાલી રહી હોય છે એટલામાં જ આકાશ ક્લાસરૂમમાં આવે છે. સીમા એ પૂછ્યું કે “આકાશ તું અત્યાર સુધી ક્યાં હતો અને અવની તારી ક્યારની રાહ જોઈ રહી છે.” “સીમા ઘરે એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને તેની મારે અવની સાથે વ્યક્તિગત ચર્ચા કરવી ખુબ જ જરૂરી છે શક્ય હોય તો તું થોડી વાર માટે ક્લાસરૂમની બહાર ઉભી રહે.” તેમ આકાશે કહેતાની સાથે કાંઈ વાંધો નહીં હું બહાર ઊભી છું તેમ કહી સીમા ક્લાસરૂમની બહાર નીકળી જાય છે.. અવની એ પ્રશ્ન કર્યો કે ઘરે શું થયું છે. અવની તું ખરેખર સાવ ભોળી છે અને તને કાંઈ ખબર પણ પડતી નથી તેમ આકાશે કહ્યું ત્યારે પૂછ્યું શું થયું છે એ તો કહે. શું નથી થઈ ગયું અને હવે કાંઈ બાકી પણ રહ્યું હોય તેમ લાગતું નથી આવું આકાશ બોલતાની સાથે રડવા લાગે છે. તું રડીશ નહીં આપણે સાથે મળીને હિંમતથી સામનો કરીશું દુનિયાનો કોઈ પણ મોટો પડકાર હશે તો આપણે બંને સાથે મળીને લડીશું તેમ અવનીએ કહ્યું. હું એટલા માટે રડું છું કે હવે ગણતરીની મિનિટો સુધી જ આપણે બંને સાથે છીએ અને પછી ફરી ક્યારે મળીશું તે ફક્ત પરમેશ્વર જ જાણે છે. તારા ઘરે આપણા પ્રેમની જાણ થઈ ગઈ છે અને પરિવારજનો ખૂબ જ ગુસ્સામાં છે. કોલેજમાં તને લેવા માટે આવી રહ્યા છે તેમ આકાશે કહ્યું. એક ક્ષણ માટે તો અવની સ્તબ્ધ બની જાય છે અને કાંઈ પણ બોલી શકતી નથી. થોડીવાર પછી આકાશ અવનીને આશ્વાસન આપતા કહે છે કે કદાચ ઈશ્વરે આપણા નસીબમાં આટલો જ પ્રેમ લખ્યો હશે પરંતુ ભલે આપણે અલગ રહીએ અને કદાચ ક્યારે મળી પણ નહીં શકીએ તો પણ આપણા વચ્ચેનો પવિત્ર પ્રેમ અકબંધ જ રહેશે. આકાશ અને અવનિ વચ્ચે આવી વાતચીત ચાલી રહી હોય છે એવા સમયે અવનીના પરિવારજનો ક્લાસરૂમમાં આવે છે અને આકાશને ધક્કો મારી ક્લાસની બહાર મોકલી દેવામાં આવે છે. આકાશ આવી પરિસ્થિતિ ઉદ્ભવશે તે જાણતો હોવાથી એકદમ શાંત રહે છે અને ફક્ત એટલું જ કહે છે અમારો પ્રેમ પવિત્ર છે અને પવિત્ર જ રહેશે. અવની ખૂબ સારી છોકરી છે અને તમે તેનું ધ્યાન રાખજો. અવનીના પરિવારજનો આકાશની એક પણ વાત સાંભળતા નથી અને આકાશને ફક્ત એટલું જ કહે છે કે તે આ છોકરીને ભોળવીને ને પ્રેમમાં ફસાવી લાગે છે બાકી અમારી નવની તો ખૂબ નાદાન દીકરી છે. આ સાંભળી ને અવની તરત જ કહે છે કે પિતાજી આમાં આકાશનો કાંઈ પણ વાંક નથી. પ્રેમ અમે બંને સાથે મળીને કર્યો છે અને જો આપની મરજી નહીં હોય તો આકાશ સાથે લગ્ન નહીં કરું. આકાશ અવની અને તેના પરિવારજનો ક્લાસરૂમની વાત ક્લાસરૂમમાં જ રહેવા દેવાના વચન સાથે છુટા પડે છે અને સાથે આકાશને અવની ને ભૂલી જવાનું કહેવામાં આવે છે.
પરિવારજનો અવનીને ઘરે લઈ જાય છે અને કહે છે કે તે આપણા પરિવારનું નામ ખરાબ થાય તેવું જઘન્ય કૃત્ય કર્યું છે તો આજથી તારે હવે કોલેજ જવાનું બંધ. હવે ફક્ત તારે ઘરમાં જ પુરાઈ ને રહેવાનું છે અને પરિવારજનો સિવાય કોઈની પણ સાથે ઘરની બહાર નીકળવાનું નથી. તમે બધા સાથે મળીને લાખ પ્રયત્ન કરશો પરંતુ મારા મનમાંથી આકાશને ક્યારેય બહાર નહીં કાઢી શકો. અવની આજીવન આકાશની છે અને આકાશની રહેશે તેમ અવનીએ પરિવારજનો ને સ્પષ્ટ કહી દીધું. અવનીનું અક્કડ વલણ જોઈ માતા-પિતાએ આત્મહત્યા કરવાનું કહેતા અવની ભાંગી પડે છે. એક બાજુ માતા-પિતા અને બીજી બાજુ પ્રેમ બન્નેમાંથી અવનીએ એકની પસંદગી કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે અવની ખૂબ રડવા લાગે છે અને કહે છે કે મારે માતા-પિતા અને પ્રેમ બંનેની જરૂર છે. અવનીના અનેક પ્રયત્નો છતાં પણ તેના માતા-પિતા કોઈ વાતે સમજવા તૈયાર થતાં નથી અને આખરે અવની માતાપિતાની વાત માનવા માટે તૈયાર થાય છે અને આકાશની સાથે માતા-પિતાની પૂર્વ મંજૂરી વગર ક્યારે પણ વાત નહીં કરવાનું વચન આપે છે. આકાશ સાથે વાત નહીં કરવાનું વચન આપ્યાની વાતની આકાશને પરિવારજનો દ્વારા જાણ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે હવે અવની ને ભૂલી જજે તારી સાથે વાત પણ કરવા માંગતી નથી આકાશ જ્યારે તેની સાબિતી માંગે છે ત્યારે. પરિવારજનો દ્વારા આકાશને એક પત્ર આપવામાં આવે છે અને તેમાં ફક્ત એટલું જ લખ્યું છે કે હું જીવનમાં ફરીથી તારી સાથે ક્યારે પણ વાત નહીં કરી શકું અને લખાણની નીચે તારી અવની ફક્ત આટલું જ લખ્યું હતું. અવની અને આકાશ ભલે છૂટા પડી ગયા પરંતુ બંને એકબીજાને મળ્યા વગર કે વાતચીત કર્યા વગર પણ મનથી ભરપૂર પ્રેમ કરી રહ્યા છે. લખાણની નીચે લખેલ તારી અવનનીનો મર્મ આકાશ સમજી જાય છે અને પછી અવનીના ઘરની આસપાસ ચક્કર લગાવવાનું શરૂ કરે છે. અવની પણ પરીવારજનોની નજર ચુકવીને આકાશની ઝલક મેળવતી રહે છે. એકબીજાને દુરથી ક્ષણીક નિહાળીને પણ આકાશ અને અવની ખુબ જ ખુશ થઇ જાય છે અને તમામ દુઃખ દર્દ વિસરાઇ જાય છે. આકાશથી છુટા પડ્યા પછી હુંમેશા ઉદાશ જોવા મળતી અવનીના ચહેરા પર ફરી રોનક પાછી આવી રહી છે અને તે ફરીથી પરીવારજનો સાથે પણ મૌજ મસ્તી કરવા લાગે છે. આકાશ અને અવની એકબીજા સાથે વાત કર્યા વગર ચહેરાના હાવભાવથી જીવનભર સાથે રહેવાનું વચન આપે છે. પરીવારજનો દ્વારા અવની લગ્ન માટે સારા યુવકની શોધ કરવામાં આવી રહી હોય છે ત્યારે આકાશ આવીને ફક્ત એટલું જ કહે છે કે, તમે અવનીના જબરજસ્તીથી કોઇની સાથે લગ્ન કરીવી દેશો ને તો પણ અવની મનથી તો આકાશની જ રહેશે. આજ સમયે અવની આવી ને સ્પષ્ટ કહી દે છે કે હું આકાશ સિવાય કોઇની સાથે લગ્ન નહિ જ કરૂ. આપની ખુશી માટે હું આકાશ સાથે વાતચીત નથી કરતી તેનો ક્યારે પણ એવો અર્થ નથી હું આકાશને ભુલી ગઇ છું. પરીવારજનો શરમજનક સ્થિતીમાં મુકાઇ જાય છે અને નાટ્યાત્મક રીતે અવનીના પિતાનું હ્રદય પરિવર્તન થાય છે. પિતા દ્વારા અવનીનો હાથ આકાશના હાથમાં સોંપવામાં આવે છે અને પરીવારજનો ફક્ત એટલું જ કહે છે કે, તમે અમારી અવનીની સંભાળ રાખજો. લગ્ન પછી પણ અવની અને આકાશ અવિરત પ્રેમ કરી રહ્યા છે. (તસવીર સૌજન્યઃ- ફોરમ પટેલ – અભિનેત્રી)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





