ન્યુ દિલ્હી,
તા.૪/૫/૨૦૧૮
ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ બાદ દેશભરમાં બળાત્કારીઓ વિરૂદ્ધના જનાક્રોશને ધ્યાનમાં સરકારે ૧૨ વર્ષથી નાની ઉંમરની બાળકીઓનો બળાત્કાર કરનારને ફાંસીની સજાની જાગવાઈ કરતો કાયદો બનાવ્યો હતો. પરંતુ લાગે છે કે લોકો આ કાયદાથી પણ ખુશ નથી. હવે કેન્દ્ર સરકાર બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારાઓને નપુંશક બનાવવાની માંગણી પર પણ વિચાર કરી રહી છે.
સુપ્રીમ કોર્ટની મહિલા વકીઓના એક જુથે વડાપ્રધાન કાર્યાલય સમક્ષ માંગણી કરી છે કે બાળકી સાથે બળાત્કારના દોષિઓને નપુંસક બનાવી દેવાની સજાની વ્યવસ્થા કરવામાં આવે.
PMOએ મહિલા વકીઓની આ અરજી મહિતા તથા બાળ વિકાસ મંત્રાલયને મોકલી આપી છે અને અરજી પર યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપ્યા છે. સુપ્રીમ કોર્ટની મહિલા વકીલોના સંગઠન SCWLA તરફથી ને મોકલવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સગીરો વિરૂદ્ધ બળાત્કાર અને યૌન શોષણની ઘટનાઓ સતત વધતી જ જાય છે. માટે આ મામલે યોગ્ય કાયદો લાવવાની તત્કાળ અને ખુબ જ જરૂરિયાત છે. કાયદો બનાવવાનું કામ વિધાયિકાના અધિકાર ક્ષેત્રમાં આવે છે. માટે અમારી પ્રાર્થના છે કે, સંસદ બાળકો સાથે બળાત્કાર અને યૌન શોષણના કેસમાં મોતની સજા અને નપુંસક બનાવવાના કાયદા પર ગંભીરતાપૂર્વક અને સત્વરે વિચાર કરે.
SCWLAએ કરેલી અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ફાંસીની સજાની સાથોસાથ બળાત્કારના દોષિતો માટે રાસાયણિક રીતે નપુંસક બનાવવાની સજાની જાગવાઈ કરવામાં આવે.
PMOએ મહિલા વકીલોની અરજીના જવાબમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ વુમન લોયર્સ એસોસિએશન SCWLA તરફથી મળેલા પ્રાર્થના પત્રને યોગ્ય કાર્યવાગી માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યો છે. પેટિશનર્સને આ સંબંધે જવાબ મોકલી આપવામાં આવશે અને તેની એક કોપી PMOની વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવશે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો NCRBના ૨૦૧૭ના આંકડા દર્શાવે છે કે બાળકો વિરૂધ દુષ્કર્મ અને યૌન શોષણના કેસમાં ખુબ જ ઝડપી વધારો થયો છે. બાળકી-બાળકો પરના તમામ પ્રકારના ગુનાઓમાં ખુબ વધારો થયો છે. ૨૦૧૬ની સરખામણીમાં ૨૦૧૭માં બાળકો સાથે દુષ્કર્મની ઘટનાઓમાં અધધ ૮૨ ટકાનો વધારો થયો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"