અમદાવાદમાં સાલ હોસ્પિટલ થી સત્તાધાર ચાર રસ્તાના દબાણો પર તંત્ર ત્રાટક્યુ

0
50

અમદાવાદ,તા.૨
રસ્તાનાં દબાણને હટાવીને તેને ખુલ્લા કરવાના મ્યુનિસિપલ સત્તાવાળાઓએ શહેરભરમાં હાથ ધરેલા અભિયાન હેઠળ આજે સવારે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દબાણની ત્રણ ગાડી અને પચીસ મજૂરોના કાફલા સાથે સાલ હોસ્પિટલ ચાર રસ્તાથી સતાધાર ચાર રસ્તા સુધીનાં દબાણ પર ત્રાટકી હતી.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની સીધી સૂચનાથી શહેરભરના દબાણગ્રસ્ત રસ્તાને ખુલ્લા કરવાની ઝુંબેશ ચાલી રહી હોઇ તેને લોકો આવકારી રહ્યા છે. ગઇ કાલે પાનકોરનાકાથી ગાંધીરોડથી પાંચકૂવા દરવાજા સુધીના રોડ પરનાં દબાણ દૂર કરવાની કામગીરી તંત્રે હાથ ધરી હતી.
લો ગાર્ડનના ખાણી-પીણી બજારનાં દબાણનો સફાયો કરવા ઉપરાંત ગાંધીરોડ પરનું ઓપરેશન ડિમોલિશન ચર્ચાસ્પદ બન્યું હતું. આશરે બે કિમી લંબાઇના રસ્તાને દબાણમુક્ત થયેલો જાઇને સ્થાનિક લોકો અચંબામાં મુકાયા હતા.
દરમ્યાન આજે સવારે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સાલ હોસ્પિટલ ચાર રસ્તાથી સતાધાર ચાર રસ્તા સુધીના રસ્તા પરનાં દબાણને હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી, જે અંતગર્ત સન એન સ્ટેપ કલબ તેમજ ઓનેસ્ટના પાર્કિંગનાં દબાણને હટાવાયાં હતાં. આ રસ્તા પરની ફૂટપાથ સહિતના ભાગને પાર્કિંગ તેમજ રાહદારીઓની મોકળાશપણે અવરજવર માટે ખુલ્લો કરાયો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY