નજીવી બાબતે સાધુઓ બાખડ્યા,માથામાં પાઈપ વડે હુમલો કર્યો

0
31

જૂનાગઢ,તા.૨
સામાન્ય રીતે માનવામાં આવે કે સાધુઓ સંસારનો ત્યાગ કરીને જંગલ કે આશ્રમોમાં રહે છે. તેઓ પોતાની ઇન્દ્રીઓ ઉપર કાબુ મેળવી ગુસ્સો,રાગ, દ્વેશ જેવી બાબતોથી અળગા રહેતા હોય છે. પરંતુ સાધુઓની પરિભાષાને ખોટી પાડતી એક ઘટના જૂનાગઢના ભવનાથમાં બની છે. જ્યાં મોબાઇલ ચોરીની થયાની બાબતમાં બે સાધુઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ વાતચીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા. ઉશ્કેરાયેલા એક સાધુએ બીજા સાધુ ઉપર પાઇપ વડે હુમલો કર્યો હતો. જેના પગલે તેને માથામાં ઇજા પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના ભવનાથમાં એક સાધુનો મોબાઇલ ચોરી થયો હતો. જેના પગલે બુધવારે મોડી રાત્રે મોબાઇલની શોધખોળ દરમિયાન બે સાધુઓ વચ્ચે બોલાચલી થઇ હતી. જોકે, આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આમ ઉશ્કેરાયેલા એક સાધુએ પાસે પડેલી લોખંડની પાઇપ વડે બીજા સાધુના માથાના ભાગે હુમલો કર્યો હતો. માથામાં પાઇપ વાગતા સાધુ લોહીલુહાણ થયો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત સાધુને જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક મળતી જાણકારી પ્રમાણે ઇજાગ્રસ્ત સાધુનું નામ શીવગીરી છે. જે મૂળ ગોરખપુરનો રહેવાસી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY