શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો…!! બપોર સુધી બંધ રહેતા હોબાળો

0
7

અમદાવાદ,તા.૧૮
અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. શોપિંગ ફેસ્ટિવલના બીજા જ દિવસે વિવાદ થયો. શોપિંગ ફેસ્ટિવલના દરવાજા ૧૨ વાગ્યા સુધી બંધ રહેતા વિવાદ થયો હતો. દરવાજા બંધ રહેતા મુલાકાતાઓમાં નિરાશા જાવા મળી હતી. જા કે, તાજેતરમાં મનપા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, શોપિંગ ફેસ્ટિવલ શુક્રવારનાં રોજ સાંજે ૬ વાગ્યાથી શરૂ થનારો છે.
મહત્વનું છે કે, પીએમ મોદીએ શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત કરાવી હતી. સવારે ૧૦થી રાતે ૧૨ વાગ્યા સુધી મુલાકાતની જાહેરાત કરવામાં આવી હતી. જાકે શુક્રવારે બીજા જ દિવસે બપોરે ૧૨ વાગ્યા સુધી શોપિંગ ફેસ્ટિવલ ન ખુલતા અનેક સવાલો ઉઠ્યા છે.
ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન થઇ રહ્યું છે. આ ફેસ્ટિવલ ૧૬ થી ૨૭ જાન્યુઆરી દરમ્યાન અમદાવાદમાં યોજાશે. દર વર્ષે દુબઇમાં જે શોપિંગ ફેસ્ટિવલ યોજાય છે તેવો આ ફેસ્ટિવલ છે. દુબઇની તર્જ પ્રમાણેનો આ ફેસ્ટિવલ યોજાશે.
આપને જણાવી દઇએ કે, આ ફેસ્ટિવલમાં પાથરણાથી લઈને મોલ સુધીની તમામ વસ્તુઓ હશે. ગુજરાતના લોકોને શોપિંગમાં સરળતા મળે તે હેતુથી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ફેસ્ટિવલમાં લોકડાયરો અને ફિલ્મ ફેસ્ટિવલ પણ યોજાશે. ફેસ્ટિવલમાં સેમિનાર, કોમેડી શો, ફેશન શો, મ્યુઝીકલ કોન્સર્ટનો પણ સમાવેશ કરાયો છે. ૨૭ વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક પ્રોગ્રામોનો દેશવાસીઓ લાભ લઈ શકશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY