શિક્ષક બન્યો શૈતાન : ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ

0
40

દ્વારકા,તા.૨
ગુજરાતમાં સગીરા સાથે દુષ્કર્મના મામલામાં વધારો થતો જાય છે. સરકારે દુષ્કર્મના કેસોમાં કાયદો કડક કરતા પણ દુષ્કર્મના બનાવો અટકવાનું નામ લેતા નથી. દિવસે-દિવસે ક્યાંકને ક્યાંક દુષ્કર્મના બનાવો બને છે. જ્યારે દ્વારકાના મીઠાપુર ગામે સગીરા સાથે શિક્ષકે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. છેલ્લા ૨ વર્ષથી શિક્ષક ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો. આ મામલે મીઠાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભોગ બનનાર સગીરાના જણાવ્યા મુજબ છેલ્લા ૨ વર્ષથી શિક્ષક તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. તેમજ શિક્ષક સગીરાને ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. શિક્ષકે મેસેજથી સગીરાના ફોટા લઇને બ્લેકમેલ કરી અનેક વખત દુષ્કર્મ આચરતો હતો અને સગીરાને વધુ સંબંધ બાંધવા દબાણ કરતો હતો. તેવા આક્ષેપ સગીરાએ કર્યા છે.
આ અંગે મીઠાપુર PSIને સગીરાએ તેની આપવીતી જણાવીને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે મીઠાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY