સની લિયોનીએ ફેન્સ પાસે સારવારના ખર્ચ માટે પૈસા માંગ્યા..!!?

0
239


મુંબઈ,તા.૯
તમે કંઇ બીજુ વિચારો તે પહેલાં જ જણાવી દઇએ કે સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક દુખદ વ્યથા શેર કરી છે જે તેના મિત્ર પ્રભાકરની છે જેને સની લિયોનીના બાળકો મામા કહે છે. પ્રભાકરની બંને કિડનીઓ ખરાબ થઇ ચુકી છે. તે હોસ્પિટલમાં ડાયાલિસિસ પર છે. ડોક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી છે. સનીએ ફેન્સ પાસે સારવારના ખર્ચ માટે પૈસા એકઠા કરવાની અપીલ કરી છે.
સનીએ ઇન્સ્ટાગ્રામ પર પ્રભાકરની બે તસવીરો શેર કરી છે એકમાં તે સની અને તેની દિકરી નિશા સાથે છે. જ્યારે બીજી તસવીરમાં પ્રભાકર હોસ્પિટલના બેડ પર છે. તેમાં તે બિમાર લાગી રહ્યો છે.
એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, હું પ્રભાકર માટે પૈસા એકઠા કરી રહી છુ. તે શુટિંગ દરમિયાન અમારી ટીમનું ધ્યાન રાખે છે. તે પોતાના પરિવારમાં એકમાત્ર કમાનાર શખ્શ છે. પ્રભાકરના ઘરમાં તેની માતા, પત્ની અને બાળકો છે. ઘરનો ખર્ચ પ્રભાકરના શિરે છે. પરંતુ ૧ વર્ષ પહેલા કિડની ખરાબ હોવાના કારણે તેણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.
તેણે લખ્યું કે, જે હોસ્પિટલમાં પ્રભાકર સારવાર કરાવી રહ્યો હતો ત્યાં તેની ખોટી સારવાર કરવામાં આવી. જેવી મને અને ડેનિયલને આ અંગે જાણ થઇ અમે પ્રભાકરને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કર્યો અને તેના મેડિકલ બિલ ભર્યા. ત્યાં સુધીમાં તેની કિડની ફક્ત ૨૦ ટકા કામ કરી રહી હતી.
સારા ઇલાજના કારણે પ્રભાકરના સ્વાસ્થયમાં સુધારો થયો છે. પરંતુ થોડા સમય પહેલા તેની કિડની સંપૂર્ણપણે ખરાબ થઇ જવાના કારણે તેને ડાયાલિસીસ પર રાખવામાં આવ્યો. તાજેતરમાં જ એકવાર તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો પરંતુ ભગવાનની કૃપાથી તે બચી ગયો. પ્રભાકરને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે જેથી તે સ્વસ્થ થઇ શકે. જે પણ પૈસા એકઠા થશે તેને પ્રભાકરની સર્જરી, ડોક્ટરની ફી, દવાઓ, ટ્રાન્સપ્લાન્ટ અને ઓપરેશન બાદની સારવાર પાછળ ખર્ચ કરવામાં આવશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY