વૉશિંગ્ટન,તા.૧૬
યુએસ સ્પેસ એજન્સી નાસાએ આગલી પેઢીનું સ્પેસ સૂટનું અનાવરણ કર્યું. નાસા તેને પહેલીવાર પોતાના ૨૦૨૪નાં ચંદ્ર દક્ષિણ ધ્રુવ મિશનમાં ઉપયોગ કરાશે.
નાસાનાં પ્રશાસક જીમ બ્રિડેનસ્ટાઈને ચંદ્રની શોધ માટે ડિઝાઈન કરેલાં મહિલા અને પુરુષનાં બે સ્પેસસૂટની પ્રતિકૃતિ રજૂ કરી. નાસા તેને ૨૦૨૪ ચંદ્ર મિશન દરમિયાન પ્રથમ વખત ઉપયોગ કરશે.
નાસા મુજબ લાલ, સફેદ અને વાદળી રંગનો આ સૂટ પ્રેશર વસ્ત્રો અને જીવનદાયી બેકપેકથી બનાવવામાં આવ્યો છે અને તે અવકાશયાત્રીઓને રેડિયેશન, અત્યાધિક તાપમાન અને માઇક્રોમીટરોયોરિડ્સથી સુરક્ષિત કરશે. આ અદ્યતન સૂટ ચંદ્રની સપાટી પર વધુ જટિલ કાર્યો પૂરા કરવા માટે સક્ષમ બનાવે છે.
નાસાની ૨૦૨૪ સુધીમાં ચંદ્રમાં પર પહેલી મહિલા અને પુરુષને મોકલવાની છે અને ૨૦૩૦માં મંગળ પર જવાની યોજના બનાવી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


