ટ્રમ્પ પ્રશાસને પ્રતિબંધ વધાર્યા તો તુુર્કીમાં આવેલા અમેરિકન અરબેઝ બંધ થઈ જશે

0
16

વૉશિંગ્ટન,તા.૧૬
અમેરિકાની તરફથી આકરા પ્રતિબંધો મૂકાતા તુર્કીએ નારાજગી વ્યકત કરી છે. રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોઆને કહ્યું કે હવે જો અમેરિકા તુર્કી પર વધુ પ્રતિબંધ લગાવશે તો તે દેશમાં હાજર અમેરિકાના ઇનસર્લિક એરબેસને બંધ કરી શકે છે. અર્દોઆને ધમકી આપી કે તેમની પાસે ઇનસર્લિક સિવાય મલાક્યા પ્રાંતના અદાનામાં હાજર કુરેસિચ રડાર સ્ટેશનને પણ બંધ કરી દેશે. કુરેસિચ બેઝમાં અમેરિકન સેનાના અગત્યના રડાર લાગેલા છે. આ રડાર અમેરિકા અને નાટો સંગઠનના દેશોને મિસાઇલ લોન્ચની માહિતી આપે છે.
અમેરિકન સેનેટે તુર્કી પર પ્રતિબંધ મૂકવા માટે એક પ્રસ્તાવ મૂકયો. તુર્કીએ ગયા વર્ષે રૂસથી એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો કરાર કર્યો હતો. અમેરિકા તેનાથી નારાજ છે. ટ્રમ્પ પ્રશાસન પહેલાં જ તુર્કીથી એફ-૩૫ ફાઇટર જેટની ડીલ રદ્દ કરી ચૂકયા છે. આ સિવાય નાટો દેશોએ પણ એસ-૪૦૦ની ખરીદીને લઇ તુર્કીથી અંતર બનાવ્યું છે.
અમેરિકન સંસદના ઉચ્ચ સદને તાજેતરમાં ૧૦૦ વર્ષ પહેલાં થયેલા અર્મેનિયન નરસંહાર પર પ્રસ્તાવ પસાર કરતાં તેની નિંદા કરી હતી. અર્મેનિયન નરસંહાર ૨૪ એપ્રિલ ૧૯૧૫થી શરૂ થયું, જ્યાં ઑટોમાન (હાલની તુર્કી) સરકારે અહીં અંદાજે ૧૫ લાખ અલ્પસંખ્યકોની ક્રૂર હત્યાઓ કરાવી. તેને જર્મનીમાં નાજીઓની હત્યા બાદ દુનિયાનો સૌથી મોટો નરસંહાર મનાય છે. અમેરિકન સેનેટે તેને નરસંહારની જગ્યાએ અર્મેનિયાઇ નાગરિકોનો સામૂહિક હત્યાકાંડ ગણાવ્યો છે. તુર્કી એ આ પ્રસ્તાવની નિંદા કરતાં કહ્યું કે આનાથી બંને દેશોના સંબંધો વધુ બગડી શકે છે. અમેરિકા ઇતિહાસને જુદી રીતે રજૂ કરવાની કોશિષ કરી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY