ટૂંક સમયમાં જેરુસલેમમાં એમ્બેસી ખૂલશે : બ્રાઝિલ રાષ્ટ્રપતિના પુત્રની જાહેરાત

0
9

જેરુસલેમ,તા.૧૬
બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના પુત્ર એન્ડુઅર્ડો બોલ્સોનારોએ જાહેરાત કરી છે કે ઝડપથી તેમના પિતા ઈઝરાયલની તેલ અવીવમાં આવેલી એમ્બેસીને જેરુસલેમ લઈ જશે. એન્ડુઅર્ડોએ કહ્યું કે આ કોઈ બહુ મોટો નિર્ણય નથી. આ એક સામાન્ય ચીજ છે. અન્ડુઅર્ડોએ કહ્યું કે મારા પિતાએ આ ચૂંટણી પહેલા વાયદો કર્યો હતો કે બ્રાઝીલ પોતાની એમ્બેસ જેરુસલેમમાં ખોલશે. હવે તેઓ આ વાયદો પુરો કરવા માંગે છે.
એન્ડુઅર્ડોએ ઈઝરાયલના જેરુસલેમમાં બ્રાઝીલના ટ્રેડ સેન્ટરનું ઉદઘાટન કર્યું. આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તેમની સાથે જ હતા. એન્ડુઅર્ડોની જાહેરાત પર નેતન્યાહુએ કહ્યું કે અમારી પાસે બ્રાઝીલથી સારો કોઈ મિત્ર નથી. તમારો આભાર.
જાયર બોલ્સોનારો યહૂદી સમુદાયના મોટા સમર્થક માનવામાં આવે છે. ચૂંટણી જીત્યા બાદ તે માર્ચમાં ઈઝરાયલ પહોંચ્યા હતા. અહીં જાહેરાત કરી હતી કે પ્રથમ એક બિઝનેસ ઓફિસ ખોલશે. બાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ જ તે પોતાની એમ્બેસીને તેલ અવીવથી જેરુસલેમ લઈ જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY