વોશિંગ્ટન,તા.૮
ચીનમાં અમેરિકન રાજદૂતો રહસ્મય બિમારીના શિકાર બનતા સારવાર માટે તેમને અમેરિકા પરત બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનમાં અમેરિકન રાજદૂતોની બિમારી ક્્યૂબામાં અમેરિકન રાજદૂતોને થયેલી બિમારી જેવી જ છે.
એક અધિકારીના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ મેડિકલ રિપોર્ટને આધારે અમેરિકાના વિદેશ વિભાગને માહિતી મળી છે કે કયૂબામાં અમેરિકાના રાજદ્વારીઓને થયેલી બિમારી જેવી જ બિમારી ચીનમાં અમેરિકાના રાજદ્વારીઓને થઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનમાં અમેરિકન રાજદૂતોને ગૂઢ, અસ્પષ્ટ અને અસામાન્ય અવાજ સંભળાય છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હીથર નોર્ટે જણાવ્યું છે કે મેડિકલ રિપોર્ટનું નિરીક્ષણ કર્યા પછી અમેરિકાના વિદેશ મંત્રાલયે ચીનના ગુઆનઝોઉમાં મેડિકલ ટીમ મોકલી છે. આ મેડીકલ ટીમ અમેરિકન સરકારના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારજનોની મેડિકલ તપાસ કરી રહી છે. આ મેડીકલ તપાસ દરમિયાન કેટલાક લોકોની બિમારી ગંભીર ગણાતા તેમને વધુ સારવાર અર્થે અમેરિકા પરત બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ હેલ્થ ઇન્સ્ડિન્ટ્સ ટાસ્ક ફોર્સની રચના કરવા જણાવ્યું હતું. આ ટાસ્ક ફોર્સ અમેરિકાના વિદેશ મંત્રાલય અને સરકારની અન્ય એજન્સીઓ વચ્ચે સંકલનનું કાર્ય કરશે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ચીનમાં અમેરિકાના એક કર્મચારીને ગૂઢ અને અસ્પષ્ટ અવાજ સંભળાતા અમેરિકાએ ચીનમાં અમેરિકન કર્મચારીઓને ચીનમાં પ્રવાસ કરવા સામે ચેતવણી આપી હતી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


