હરિયાણા,તા.૮
હરિયાણા હાઈકોર્ટે કહ્યુ કે માત્ર સ્યુસાઈડ નોટમાં નામ હોવાના આધાર પર કોઈને ગુનેગાર સાબિત કરી શકાય નહી. જસ્ટિસ બજંતરીએ કહ્યુ કે આરોપી વિરુ આત્મહત્યા માટે ઉશ્કેરવા પાછળનો હેતુ પણ સાબિત કરવો જરૂરી છે.
જજે આ ટીપ્પણી ગુડગાંવની કંપની જીરોક્સ ઈન્ડિયા લિમિટેડના મેનેજર ઈકબાલ આસિફ ખાનની આત્મહત્યાની સુનાવણી દરમિયાન કરી હતી. વર્ષ ૨૦૧૧માં ઈકબાલ આસિફ ખાને આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃતદેહ પાસે એક સ્યુસાઈડ નોટ મળી હતી જેમાં છ લોકોને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતાં. આરોપીઓમાં ઈકબાલના વકીલ અને ઓફિસના કર્મચારીઓના નામ હતા. પોલીસ તપાસમાં આરોપીઓ વિરુ કોઈ પ્રકારના આરોપ સાબિત થયા નહોતા.
કોર્ટે કહ્યુ કે આ મામલામાં સ્પષ્ટ લાગે છે કે આત્મહત્યા કરનારો માણસ નબળી માનસિકતા ધરાવતો વ્યક્તિ હતો અને ડરપોક હતો તેથી જ તેણે આત્મહત્યા કરી લીધી હતી.
જજે ઉદાહરણ આપ્યું કે ઓછા માર્કસ આવવા પર જીવ આપી દેનારા વિદ્યાર્થીના શિક્ષક અને પ્રેમમાં નિષ્ફળ પ્રેમીની આત્મહત્યા માટે તેની પ્રેમિકાને જવાબદાર ગણી શકાય નહી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


