અમિત શાહ સબરીમાલા મંદિરમાં કદાચ પૂજા કરશે

0
8

તિરુવનંતપુરમ્‌,તા.૩૦
અય્યપ્પા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહેલા લોકોને ટેકો જાહેર કરનાર ભાજપ પ્રમુખ અમિત શાહ કદાચ સબરીમાલામાં ૧૭મી નવેમ્બરથી શરૂ થતાં વાર્ષિક યાત્રા પર્વ દરમિયાન મંદિરમાં પૂજા કરશે.
ભાજપના કેરળ યુનિટના નેતાએ જણાવ્યું હતું કે ભાજપ પ્રમુખે સબરીમાલા મંદિરની મુલાકાતની ઇચ્છા વ્યક્ત કરી છે, પણ હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.
૧૦-૫૦ વર્ષની મહિલાઓને અય્યપ્પા મંદિરમાં ન પ્રવેશવા દેવા માટે સીપીઆઇ(એમ)ની આગેવાનીવાળી ડાબેરી સરકારનો વિરોધ કરી રહેલા શ્રદ્ધાળુઓને ટેકો જાહેર કરવાના બે દિવસ બાદ જ ઉપરોક્ત વાત બહાર આવી હતી.
સબરીમાલામાં વિરોધ કરનાર લોકો સામે સખત પગલાં લેવા બાબત અમિત શાહે મુખ્ય પ્રધાન પિનરાયી વિજયનની મોટે પાયે ટીકા કરી હતી અને સરકાર પર આગ સાથે રમત કરવાનો અને રાજ્યમાં કટોકટી જેવી સ્થિતિ પ્રવર્તમાન હોવાનો દાવો કર્યો હતો.
એમણે જણાવ્યું હતું કે જા રાજ્ય સરકાર શ્રદ્ધાળુઓને હેરાન કરવાનું બંધ નહીં કરે તો ભાજપના કાર્યકર્તાઓ એને પાડવાનું કામ કરશે. આ સંદર્ભમાં વિજયને શાહના વિધાનને સુપ્રીમ કોર્ટ, બંધારણ અને દેશની કાનૂન વ્યવસ્થા પર હૂમલો ગણાવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY