રાજીવ મોદીના ૨૬ વર્ષના લગ્ન જીવનનો અંત,કોર્ટના ચુકાદા પ્રમાણે દીકરો પિતા પાસે રહેશે ગુજરાતના સૌથી મોંઘા છૂટાછેડા : રાજીવ-મોનિકાના ૨૦૦ કરોડમાં છૂટાછેડા થયા

0
7

ફેમિલી કોર્ટે ડાયવોર્સ માટેનો કુલિંગ પીરિયડ્‌સ રદ્દ કર્યો ,આ અગાઉ ઋત્વિક-સુઝેનના છૂટાછેડા ૪૦૦ કરોડમાં થયા હતા
અમદાવાદ,તા.૩૦
આજે અમદાવાદની ફેમિલી કોર્ટે છૂટાછેડાને લઈને ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો હતો. જેમાં કેડીલા ફાર્માસ્યુટિકલ્સના માલિક રાજીવ મોદી અને મોનીકા મોદીના છૂટાછેડાને ફેમિલી કોર્ટે મંજૂરી આપી દીધી હતી. રાજીવ મોદી અને મોનીકા મોદીના ૨૬ વર્ષના દામ્પત્ય જીવનનો અંત આવ્યો હતો. રાજીવ મોદી અને મોનીકા મોદીના છૂટાછેડા ૨૦૦ કરોડમાં થયા હતાં. આ છૂટાછેડા ગુજરાતના સૌથી મોંઘા છૂટાછેડા છે.
હાઇપ્રોફાઇલ કેસમાં આજે ચુકાદો જાહેર કરાયો ત્યારે બંને પક્ષે ૩૫ વ્યક્તિ હાજર રહ્યાં હતા. કોર્ટના ચુકાદા પ્રમાણે દીકરો રાજીવ મોદી પાસે રહેશે.
દેશભરમાં સૌથી મોટી રકમનું કાયમી ભરણપોષણ લઇ છુટાછેડા લેવાયા હોય એવી આ બીજા ક્રમાંકની ઘટના છે. અગાઉ ફિલ્મસ્ટાર ઋત્વિક રોશને સુઝાનખાનને ૪૦૦ કરોડ ચુકવીને છુટાછેડા મેળવ્યા હતા. ફેમિલી કોર્ટે ડાયવોર્સ માટેનો કુલિંગ પીરિયડ્‌સ રદ્દ કર્યો હતો અને સ્પેશિયલ મેરેજ એક્ટની કમલ ૧૨૮ હેઠળ ડાયવોર્સ કર્યા હતાં.
કેડિલા ફાર્માસ્યુટિક્લના માલિક રાજીવ મોદી અને તેમના પત્ની મોનિકા મોદીએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ફેમીલી કોર્ટમાં અરસ-પરસની સંમતિથી છુટાછેડા મેળવવા માટે કરવામાં આવી હતી ત્યારે ફેમીલી કોર્ટના જજે બન્ને લોકોના નામ પુછ્યાં બાદ કહ્યું હતું કે, છુટાછેડાની અરજી ઉપર ફેરવિચારણા કરવી છે કે કેમ?
ત્યારે બન્ને જણાંએ કોર્ટને કહ્યું હતું કે, ૨૦૧૨થી લગ્ન જીવનના હક્ક ભોગવતા નથી અને અમે બન્ને જણાં સંમત્તિથી છુટા થવા માંગીએ છીએ. ત્યારબાદ ફેમીલી કોર્ટે છુટેછેડાની અરજીનો ચુકાદો ૩૦મી ઓક્ટોબરે રાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કેડિલાના ચેરમેન રાજીવ મોદી અને મોનિકા ૧૮મી જાન્યુઆરી ૧૯૯૨ના રોજ લગ્નગ્રંથીથી જાડાયા હતા. કેડિલા ફાર્માસ્યુટિકલના માલિક રાજીવ મોદી અને તેમની પત્ની મોનિકા વચ્ચે ૨૯મી ઓગષ્ટના રોજ છુટાછેડા લેવાનું નક્કી થયું હતુ. જેમાં કેડિલા ફાર્માસ્યુટિકલના માલિક રાજીવ મોદીએ પત્નીને કાયમી ભરણપોષણ પેટે રૂ.૨૦૦ કરોડ આપવાના અને તેના બદલામાં મોનિકાએ કેડિલા ફાર્મા સહિતની રાજીવ મોદીની તમામ સંપત્તિ પરથી હક્કો જતા કરવાની શરત રાખવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY