મેરઠ,તા.૧૨
૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં સીટોની દ્રષ્ટિથી દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભાજપ કાર્યસમિતિના મંથનનો આજે બીજા અને છેલ્લો દિવસ છે. બેઠકમાં પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એ પાર્ટી નેતાઓને ૨૦૧૪થી એક સીટ વધુ જીતવાનો સંકલ્પ અપાવ્યો.
મીટિંગમાં અમિત શાહે રાજ્યના પાર્ટી નેતાઓને કહ્યું કે મહાગઠબંધનથી ગભરાવાની જરૂર નથી. શાહ એ તેમણે કહ્યું કે તમે મોદી અને યોગી સરકારની યોજનાઓને પ્રજાની વચ્ચે લઇને જાઓ. સૂત્રોના મતે અમિત શાહે પ્રદેશ કાર્યસમિતિના નેતાઓએ કહ્યું કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૭૩થી વધુ એક સીટ એટલે કે ૭૪ સીટો પર જીત નોંધાવાની છે. આપને જણાવી દઇએ કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ પોતાના સહયોગી ‘અપના દળ’ની સાથે મળી ૭૩ સીટો જીત્યા હતા.
આપને જણાવી દઇએ કે મેરઠ પશ્ચિમ ઉત્તર પ્રદેશના રાજકારણનું મોટું કેન્દ્ર છે, જ્યાં ૨૧ વર્ષ બાદ પ્રદેશ કાર્યસમિતિનું આયોજન કરાઇ રહ્યું છે. આની પહેલાં કાનપુર, મિર્ઝાપુર, ચિત્રકૂટ, અને લખનઉમાં પ્રદેશ કાર્યસમિતિ બેઠક થઇ ચૂકી છે.
ભાજપના રણનીતિકારોનું માનવું છે કે સંયુકત વિપક્ષના સપા-સબપા-કાંગ્રેસ-રાલોદ ગઠબંધનને માત આપવા માટે ભાજપ કાર્યકર્તાઓને કોઇપણ સ્થિતિમાં દરેક સીટ પર ૫૧ ટકા વોટના લક્ષ્યને ધ્યાનમાં રાખી પોતાની રણનીતિ તૈયાર કરવી પડશે. રાજ્યની અંદાજે ૪૬ લોકસભા સીટો એવી છે જ્યાં સપા-બસપા-કાંગ્રેસ-રાલોદના વોટ જાડવા પર ભાજપ કરતાં વધુ છે. અહીં ભાજપનું યુપી મિશન ૭૩+ માટે સૌથી મોટી ચિંતાનો વિષય પણ છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



