કલકત્તા કોર્ટેનું અમિત શાહને ૨૮ સપ્ટેમ્બર સુધીમાં હાજર રહેવા સમન્સ

0
32

કોલકાત્તા,તા.૨૯
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને કલકત્તાની મેટ્રોપોલિટયન મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. સાંસદ અભિશેક બેનર્જી દ્વારા કરવામાં આવેલા કેસના આધારે આ સમન્સ પાઠવવામાં આવ્યું છે. કોર્ટે અમિત શાહને ૨૮ સપ્ટેમ્બર સુધીમાં હાજર રહેવા જણાવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, અમિત શાહે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકાર પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, રેલીની ભીડ તે વાતનો પુરાવો છે કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનું શાસન પુરુ થવા જઇ રહ્યું છે.
રેલી બાદ મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીએ અમિત શાહને લીગલ નોટિસ મોકલી હતી. જેમાં કહેવામાં આવ્યું કે, અમિત શાહે મમતા અને અભિષેક બેનર્જી પર શારદા ગોટાળામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો જે ખોટો છે. તે માટે અમિત શાહ ૭૨ કલાકની અંદર પોતાના સ્ટેટમેન્ટ પર માફી માંગે અથવા તેમના વિરુદ્ધ સિવિલ અને ક્રિમિનલ કેસ નોંધવામાં આવશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY