ન્યુ દિલ્હી,તા.૨૯
નાણા મંત્રી અરૂણ જેટલીએ રાફેલના મુદ્દે કોંગ્રેસના આરોપોને ફગાવી દીધાં છે. એક ઇન્ટરવ્યૂમાં નાણા મંત્રીએ રાહુલ ગાંધીના તમામ આરોપો પર વળતો હુમલો કરતાં કહ્યું કે કોંગ્રેસે રાફેલની કિંમતને લઈને જે તથ્યો સામે રાખ્યાં છે, તે તમામ ખોટાં છે. તેઓએ કહ્યું કે રાહુલ ગાંધીએ ૨૦૦૭ રાફેલ પ્રસ્તાવના સંબંધે પોતે અલગ અલગ ભાષણોમાં ૭ અલગ અલગ કિંમતોનો ઉલ્લેખ કર્યો છે.
રાફેલ ડીલને લઈને લગાવવામાં આવેલાં આરોપોને કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ કિંડરગાર્ટન કે પ્રાઇમરી સ્કૂલના બાળક જેવી ચર્ચા ગણાવી છે.
અરૂણ જેટલીએ કહ્યું કે, “મેં ૫૦૦ કંઈક આપી રહ્યો હતો, તમે ૧૬૦૦ કંઈક આપ્યાં. આવો તર્ક આપવામાં આવી રહ્યો છે જે દેખાડે છે કે રાહુલ ગાંધીમાં કેટલી ઓછી સમજ છે.”
અરૂણ જેટલીએ કહ્યું કે, “૨૦૧૫થી ૨૦૧૬ સુધી રાફેલની કિંમતને લઈને વાતચીત કરવામાં આવી અને કરન્સી વેરિએશનની સાથે અંતતઃ ૨૦૧૬માં તેને એક્ઝીક્્યુટ કરાઈ. આ રીતે એરક્રાફ્ટની કિંમત ૯ ટકા સસ્તી થઈ ગઈ.
અરૂણ જેટલીએ રાફેલ મુદ્દે અરૂણ શૌરી, યશવંત સિન્હાની નિંદાઓને લઈને કહ્યું કે, “દ્ગડ્ઢછમાં વિશેષ રૂપથી ભાજપમાં અમારી મુશ્કેલી રહી છે કે અમારી પાસે કરિયર રાષ્ટ્રવાદીઓને ફેર શેર રહ્યાં. તેઓ અમારી સાથે ત્યાં સુધી રાષ્ટ્રવાદી છે જ્યાં સુધી કે તેમના પોતાના કરિયર મુજબ થાય. હું તેમની પાસેથી વધુ વિશ્વસનિયતાની આશા નથી રાખતો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




