અમિત શાહ ‘ઉવાચ્‌’: લોકસભા ચૂંટણી પહેલાં રામ મંદિરનું કામ શરુ થઈ જશે..!!!

0
58

હૈદરાબાદ,તા.૧૪
ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત રામ મંદિરનો મુદ્દો પકડ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ જશે. અમિત શાહે પાર્ટીના કાર્યકર્તાઓને હૈદરાબાદમાં સંબોધતા આ વાત કહી હતી.
અમિત શાહે કહ્યુ હતુ કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમા જે અડચણો આવી રહી છે તેને દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે અને આ બધુ લોકસભાની ચૂંટણી પહેલા થશે.
ભાજપના નેતા પેરાલા શેખર્જીએ ભાજપના તેલંગાણા રાજ્યની પાર્ટી ઓફિશ ખાતે મીડિયાને આ મિંટિગ વિશે વાત જણાવી હતી. અમિત શાહને ટાંકતા શેખર્જીએ મીડિયાને જણાવ્યુ કે, જે સ્થિતિ નિર્માણ પામી છે તેને જાતા, હું એમ માનુ છુ કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા શરૂ થઇ જશે”.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ મિટિંગ દરમિયાન એમ પણ કÌš કે, લોકસભાની ચૂંટણી વહેલી નહી યોજાય. કાર્યકરોને સંબોધતા અમિત શાહે જણાવ્યુ કે, એવી નીતિ ઘડી કાઢો કે, તેલંગાણામાં ભાજપ સત્તા પર આવે. ભારતીય જનતા પાર્ટી દેશમાં એક પછી એક રાજ્યમાં સત્તા કબજે કરી રહી છે. પણ ચૂંટણી સમયે વિકાસના મુદ્દાને બાજુ પર રાખી મંદિરના મુદ્દો પકડે છે અને જ્યારે ચૂંટણી પ્રચાર જામે ત્યારે મૂળ વિકાસનો મુદ્દો ક્યાંય છેટો રહી જાય છે.
આપને જણાવી દઇએ કે ભાજપની અંદર પણ કેટલીય વખત નેતા રામ મંદિરને લઇ નિવેદન આપતા રહ્યાં છે પરંતુ પાર્ટીની તરફથી સત્તાવાર કંઇ પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી. થોડાંક દિવસ પહેલાં જ પૂર્વ સાંસદ રામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ સભ્ય ડા.રામવિલાસ દાસ વેદાંતીએ કહ્યુ કે ભાજપ જા રામ મંદિરનું નિર્માણ કરશે નહીં તો તે રસાતળમાં જતા રહેશે. વેદાંતીએ કહ્યુ કે ચૂંટણી પહેલાં સીએમ યોગીએ રામ મંદિરના નામ પર ફરી-ફરીને વોટ માંગ્યા હતા. જા ભાજપ રામ મંદિરનું નિર્માણ કરે છે તો રસાતળમાં ચાલશે. વેદાંતીએ આ વાત એ સમયે કહી જ્યાં મંચ પર સીએમ યોગી હાજર હતા.
ત્યારબાદ યોગી આદિત્યનાથે કહ્યુ કે રામ મંદિર નિર્માણને લઇ સંત સમાજે ધીરજ રાખવાની જરૂર છે. તેનું સમાધાન ટૂંક સમયમાં જ આવશે. તેના માટે સામાજિક તણાવને ઓછો કરવાની જરૂર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY