અમરેલી,તા.૨૩
ધારી ગીરનાં ડાભાળી જીરા વિસ્તારમાં સિંહે ખેત મજૂરને ફાડી ખાધાનાં સમાચાર મળાની સાથે આખા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. સવારે મજૂર કુદરતી હાજતે ગયો ત્યારે સિંહે હુમલો કર્યો હતો. ખેત મજૂરનાં પેન્ટ, શાલ પર અને જમીન પર લોહીનાં નિશાન મળી આવતા ચકચાર મચી ગયો છે. આ ખબર મળતાની સાથે વન વિભાગ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
બગસરા પંથકમાં દીપડાનાં કહેર બાદ ધારી પંથકમાં સિંહ હુમાલાની ઘટના સામે આવતા ખેડૂતો ભયભીત થયા છે. સ્થાનિકોનાં જણાવ્યાં પ્રમાણે આ ખેડૂત મધ્યપ્રદેશનો રહેવાસી છે. અહીં મજૂરી કરવા માટે આવ્યો હતો.
આ દુર્ઘટનામાં સિંહે મજૂરને ઇજા પહોંચાડીને દૂર સુધી ઢસડી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે સિંહે જ્યારે મજૂર પર હુમલો કર્યો ત્યાં કોઇ મૃતદેહ મળઈ આવ્યો નથી. થોડે દૂરથી લોહીનાં નિશાન મળી આવ્યાં છે.
આ વિસ્તારમાંથી મજૂરનું પેન્ટ, શાલ પણ મળી આવી હતી. તેની શાલ આખી લોહીવાળી થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતા જ વન વિભાગ દોડી ગયું છે અને તપાસ હાથ ધરી સિંહની શોધખોળ કરી રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





