અમરેલી,તા.૧૯
શનિવારે વહેલી સવારે બાબરા પાસે થયેલા અકસ્માતમાં બે યુવાનના મોત નિપજ્યાં હતાં. વાન અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં વાનમાં બેઠેલા બે યુવાનના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં વાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થઇ ગયા હતા અને પોલીસને ઘટના અંગે જાણ કરી હતી.
વહેલી સવારે વાનમાં બે યુવાનો ભાવનગર જઇ રહ્યાં હતાં, ત્યારે બાબરાના ગળકોટડી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે, રસ્તાની વચ્ચે ગાય આવી જતાં તેને બચાવવા જતાં વાન સામેથી આવી રહેલાં ટ્રક સાથે ટકરાઇ હતી. ઘટનામાં વાનમાં સવાર બન્ને યુવાનોના મોત નિપજ્યાં હતાં. જ્યારે વાનની અડફેટે ગાયનું પણ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે બાબરા પાસેના સ્થાનિકો ઉમટી પડ્યાં હતાં અને પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મૃતકમાંથી એક યુવાન ભાવનગર અને એક યુવાન ગાંધીધામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



