અમરેલી,તા.૬
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાફરાબાદ પંથકના ખેડૂતો માટે હિતકારી નિર્ણય કરીને જાફરાબાદના મિતિયાળામાં બંધારો મંજુર કરીને ૧૦ ગામોના ખેડુતોને દરિયાના ખારાશ પાણીમાંથી મુક્તિ આવવાના નિર્ણયથી ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી છવાઈ ગઈ છે. તેઓ ૨૦૧૧થી બંધારાની આશા સેવી રહ્યા હતા.
જાફરાબાદ દરિયાકાંઠાથી ફક્ત ૫ કિલોમીટર દૂર આવેલ મિતિયાળામાં મુખ્યમંત્રી રૂપાણીએ ૮ કરોડના ખર્ચે મીઠા પાણીનો બંધારો મંજુર કરતા છેક નાગેશ્રી સુધીના ૧૦ જેટલા ગામોના પાણીના તળને મીઠાશ આવશે અને ખેતીની જમીન વધુ ફળદ્રુપ બની જશે. જાફરાબાદ દરિયા કાંઠા પંથકના મિતિયાળા, વાંઢ, લુણસાપુર, કાગવંદર સહિતના આજુબાજુના ૧૦ જેટલા ગામડાઓના ખેડૂતો માટે ૨૦૧૧થી મીઠા પાણીના બંધારાની માગણી કરવામાં આવતી હતી. આખરે તેમની આ માગણી ૨૦૨૦માં સાકાર થઈ અને બે દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૫૦૦ હેકટર જમીન ફરી ફળદ્રુપ બને તે માટે મિતિયાળા ગામે બંધારો બાંધવા માટેની મંજુરીની મહોર મારી છે. આ નિર્ણયને પગલે દરિયા કાંઠા પંથકના સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીની જોવા મળી છે.
સરકારમાં આ યોજના શરુ કરવાની જુની યોજના હતી ને વેળાએ રૂ.૮ કરોડના ખર્ચે આ બંધારો બની શકે તેમ હતો પરંતુ હવે આ બંધારાને વ્યવસ્થીત અને ટકાઉ બનાવવો હોય તો નિષ્ણાતોના મતે ૧૨થી ૧૫ કરોડનો ખર્ચ થવા જાય છે. આ નવો બનનારો બંધારો કાર્યરત થશે તે પછી ૫૦૦ હેક્ટર જમીનમાં સિંચાઇનું પાણી મળશે એવી ધારણા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



