ભાજપના મહામંત્રી દારૂની મહેફિલ માણતા ઝડપાયા

0
10

અમરેલી,તા.૨૧
વડીયા કુંકાવાવમાં ભાજપના મહામંત્રી ગોપાલ અટારા દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. જેને લઈને ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે બાતમીના આધારે જેતલસર રલેવે અને વડીયામાં રેડ પાડી હતી. જે દરમિયાન ભાજપના મહામંત્રી ગોપાલ અટારા અને બેન્ક મેનેજર સહિત ૬ લોકોને દારૂની મહેફિલ માણતા પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. હાલ પોલીસે તમામ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓના નામઃ ગોપાલ ભાખાભાઈ અટારા (મહામંત્રી), રીકેશભાઈ હસમુખભાઈ સોલંકી (બેંક મેનેજર), ભરતભાઈ જીવરાજભાઈ મોતવાડીયા, ભીખુભાઈ પોપટભાઈ વસાણી, રજનીશભાઈ નાનજીભાઈ વસાણી, વસંતભાઈ બચુભાઈ સોરઠીયા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY