પશ્ચિમ બંગાળની વાઘણે મોદી-શાહને પરેશાન કરી દીધાઃ શિવસેના

0
6

અમે ઢોંગી સેક્યુલરવાદી નથી પ્રખર હિન્દુત્વવાદી છીએ
મુંબઇ,તા.૨૧
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની રેલીમાં દેશભરના વિપક્ષની એક જૂથતાને લઈને શિવસેનાએ મોદી-શાહ પર નિશાન તાક્યુ છે. શિવસેનાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, પશ્ચિમ બંગાળની વાઘણે મોદી શાહને પરેશાન કરી દીધા છે. કોલકત્તામાં ૨૨ પક્ષોની એક સાથે સભા થઈ. આ સભામાં શત્રુધ્ન સિન્હા પણ સામેલ થયા છે. સામનામાં લખ્યું છે કે, મમતા બેનર્જીના મંચ પર સેક્યુલરવાદીઓની હુંકાર હતી. પરંતુ અમે ઢોંગી સેક્યુલરવાદીઓ નથી. પ્રખર હિન્દુત્વવાદી છે.
પીએમ મોદીએ મહાગઠબંધનમાં સામેલ લોકોને જનવિરોધી, દેશવિરોધી ગણાવ્યા હતા.તેના પર પ્રહાર કરતા સામનામાં લખવામાં આવ્યુ છે કે, નરેન્દ્ર મોદીએ વિરોધીઓને જનવિરોધી, દેશ વિરોધી કરીને મજાક ન કરવી જાઈએ. કારણ કે એક સમયે મમતા બેનર્જી વાજપેયી સરકારમાં પ્રધાન હતા. માયાવતીએ ભાજપને સાથ આપ્યો. તે સમયે તેઓ દેશ વિરોધી કે ચોર નહી. પરંતુ આજે દેશના દુશ્મન ગણાવવામાં આવે. પોતાની સરકાર અમર છે. તે ભ્રમ પણ ન રાખવો જાઈએ. તેમણે મમતાની રેલીમાં એકજૂથમાં વિરોધી વિરોધી નારાથી કેમ ફફડાટ થઈ તેવો સવાલ પણ કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY