અંબાજીમાં માતાજીને હાથી પર બેસાડી નગરચર્યા, ૫૬ શાકભાજીનો ભોગ ધરાવાયો

0
18

અંબાજી,તા.૨૧
પોષ સુદ પૂનમ એટલે માતાજીનો પ્રગટ્ય દિવસ. આ દિવસનું યાત્રાધામ અંબાજીમાં વિશેષ મહત્વ હોય છે. જેના ભાગ રૂપે અંબાજી મંદિર ટ્રસ્ટ તેમજ ધાર્મિક સેવા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. સોમવારે મંદિર ખાતેથી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સૌ પ્રથમ આરતી ઉતારી હાથી ઉપર બેસાડી માતાજીને નગરચર્યા કરાવવામાં આવી હતી.
આ શોભાયાત્રામાં એક હાથી ,૪ ઊંટ અને ૬ ઘોડા સાથે ફૂલ વર્ષાની તોપ ,રાજસ્થાની નૃત્ય ,આદિવાસી નૃત્ય ,અખાડા ની કરતબો ,૫૧ શકિતપીઠ નો ટ્રિપ્લોક ,વ્યશન મુÂક્ત રથ , સપ્તશીવ નો ટેબ્લોટ ,માતાજી નો રથ ,આનંદ ગરબા પરિવાર ,લાઈવ ડીજે ,નાસિક ઢોલ મળી ને કુલ ૩૦ જેટલી ઝાંખીઓ આ શોભાયાત્રા માં જાડાઈ હતી. આ સાથે અંબાજી મંદિરમાં બપોરે અન્નકૂટનો ૫૬ ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ રથયાત્રાને જાવા મોટી સંખ્યામાં ભક્તો જાડાયા હતા. આ શોભાયાત્રા અંબાજીમાં છેલ્લા ૨૬ વર્ષથી નીકળે છે.
અંબાજીના બજારોમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે અંબાજીમાં હવન આહુતિ સ્ટોલ ઉભો કરાયો છે, જેમાં માઈ ભક્તો પોતાના હાથે આહુતિ આપી માં અંબાને પોતાની ભકિતનો પરિચય આપી રહ્યા છે. અંબાજીમાં આ શોભાયાત્રા આખા અંબાજીધામમાં ફરી સાંજે નિજ મંદિર પર પરત ફરશે. અંબાજીની શોભાયાત્રામાં ચારેબાજુ એ સેવા કેમ્પો પણ જાવા મળી રહ્યા છે. અંબાજી મંદિરથી આ શોભાયાત્રા ગબ્બરથી અખંડ જ્યોત લાવી અંબાજીના નગરમાં નીકળી હતી. આ શોભાયાત્રા માં ૨૦૦૦ કિલો સુખડીનો પ્રસાદ માઈ ભક્તો ને આપવામાં આવ્યો. ૫૬ જાત ના વિવિધ શાકભાજી નો ભોગ માતાજી ને ધરાવવામાં આવ્યો હતો

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY