અમરેલી,તા.૨૫
હાલ રાજ્યભરમાં ભાજપ દ્વારા ઠેર ઠેર વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગ રૂપે અમરેલીમાં પણ ભાજપના વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જો કે આ દરમિયાન ભારે પવનને કારણે સભા મંડપ ધરાસાયી થઇ ગયો અને કાર્યકર્તાઓમાં થોડીવારમાં માટે નાસભાગ મચી જવા પામી હતી.
ભારે પવનને કારણે સભા મંડપ ધરાશાયી થઇ જતા કાર્યકર્તાઓમાં નાસભાગ મચી જવા પામી હતી, મંચ પર આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને પોતાના સ્થાને બેસી જવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
આ દરમિયાન મંચ પરથી માઇકમાં એવું પણ કહેવામાં આવ્યું કે ”આ તો ભાજપનું વાવાઝોડું છે, ભાજપ હોય ત્યાં વાવાઝોડું હોય જ, આવી જ રીતે જિલ્લામાં ભાજપનું વાવાઝોડું આવવું જાઇએ અને પાર્ટીનો વિજય થવો જોઇએ” મંચ પરથી આગેવાનોએ કીધું કે આતો ભાજપનું વાવાઝોડું છે, ત્યારે હાજર કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવી ગયો અને તમામ કાર્યકર્તાઓએ ભાજપ વિજયના નારા શરૂ કરી દીધા હતા.
નેતાઓની સ્પિચ બાદ અચાનક પવનની ગતિ વધવા લાગી અને સભા મંડપ ઉડવા લાગ્યો હતો. જેમાં સભા મંડપનો એક સાઇડનો ભાગ ધરાસાયી થઇ ગયો હતો.
અમરેલીમાં યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે પરષોત્તમ રૂપાલા સહિતાના કેટલાક ભાજપના નેતાઓ હાજર રહ્યાં હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



