ભરૂચ,તા.૨૫
વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ-વે માટે જમીન સંપાદનનો મુદ્દે ફરી ગરમાયો છે. ભરૂચના સાત ગામના ખેડૂતોએ લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોનું કહેવું છે કે, યોગ્ય વળતર આપવાની બાંયધરી સાથે સરકારે ખેડૂતો પાસેથી ફળદ્રૂપ જમીન લીધી છે.
જો કે, ખેડૂતોને ધારાધોરણ મુજબ વળતર ચુકવાયું નથી. એટલે જ ખેડૂતો તરફથી કેસ કરાયો હતો. પરંતુ ચુકાદો આવી ગયો હોવા છતાં નવા નિયમો મુજબ ખેડૂતોને હજુ સુધી વળતર ચુકવાયું નથી. જેને લઈને ખેડૂતો રોષે ભરાયા છે. આગામી સમયમાં જો વળતર નહીં ચૂકવાય તો આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
આ યોજનાના નવા રસ્તા મુજબ દિલ્હી બહારના ગુરુગ્રામથી શરૂ થઈ પૂર્વના રસ્તે અલવર તરફથી થઈને મધ્યપ્રદેશના જાબુઆ અને રતલામ આદિવાસી વિસ્તારમાંથી રસ્તો પસાર થશે. ત્યાંથી ગુજરાતના વડોદરા તરફ રસ્તો તૈયાર કરવામાં આવશે. યોજના મુજબ હરિયાણાના મેવાત અને ગુજરાતના દાહોદના પછાત વિસ્તારોને એક્સપ્રેસ-વે સાથે જાડવામાં આવશે. તૈયાર થયેલા નકશા પ્રમાણે એક્સપ્રેસ-વે યોજના મુજબ દિલ્હી-ગુરુગ્રામ-મેવાત-કોટા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત-દહીસર-મુંબઈ સુધી વિસ્તરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




