અમરેલી,તા.૯
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઠવીમાં ચાર માસ પહેલા યુવાનની પુલ નીચેથી લાશ મળી આવી હતી. જેમાં મૃતકની પત્નીએ જ તેના પ્રેમી અને અન્ય પ્રેમી એવા મૃતકના સાઢુભાઇ સાથે હત્યા નિપજાવ્યા બાદ લાશને પુલ નીચે ફેંકી દીધો હોવાનો પર્દાફાશ થતાં અને મૃતકની પત્નીએ જ રંગરેલીયા મનાવવામાં નડતરૂપ એવા પતિની હત્યા માટે દોઢ લાખમાં પોતાના પ્રેમીઓને સોપારી આપી હોવાનું ખુલ્યું હતું.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મૃતકના ભત્રીજા બાબુ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મજબુ સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે રહેતા ૪૦ વર્ષીય નરશીભાઇ ભાટુભાઇ વાઘેલા ગત તા. ૨૦-૧૧-૨૦૧૮ના સાંજના આઠ વાગ્યા પછી ઘરેથી ચાલ્યા ગયા બાદ ત્રણ દિવસ પછી તા. ૨૩-૧૧ના સાવરકુંડલાના મોટાભમોદ્રા ગામ નજીકથી વેકરિયા નદીના પુલ નીચેથી તેમની પશુઓએ ફાડી ખાધેલી હાલતમાં લાશ મળી હતી.
પીએમ રિપોર્ટ મુજબ હેમરેજ થવાના કારણે મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. જાકે, પોલીસ તપાસમાં તેની હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું.
મૃતકના પત્ની નયનાબેને તેના પતિ ઘરેથી ગાયબ થઇ ગયા હોવાની વાત ઉપજાવી કાઢી હતી અને ઘરમાથી લોહીના પુરાવાનો પણ સીફત પૂર્વક નાશ કરી દીધો હતો. બાદમાં તેમની લાશ મળી હતી પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


