ગુજરાત રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ખાસ ડ્રાઇવ તા.૩૦/૦૫/૧૯ થી તા.૩૦/૦૬/૧૯ સુધી આયોજન કરેલ છે.અમરેલી જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. આર.કે.કરમટાના માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપી પકડવા માટે અમરેલી જીલ્લા ટીમના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેકટર એ.પી.ડોડીયા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લાના વડીયા પો.સ્ટે ફ.૪૮/૧૮ IPC ૩૬૩,૩૬૬ પોક્સો એક્ટ ૧૮ વિ. ના કામે લીસ્ટેડ નાસતો ફરતો આરોપી અરૂણભાઇ કિશોરભાઇ કાલવા(પરમાર) ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.રેશમડી ગાલોલ તા.જેતપુર જી.રાજકોટ વાળાને તા.૨૪/૦૬/૧૯ ના રોજ પકડી પાડી ઘટતી કાર્યવાહી કરવા વડીયા પો.સ્ટે.ને તજવીજ સોપવાં આવેલ.
આમ,અમરેલીના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સૂચનાથી નાસતા ફરતા આરોપી પકડવાની અમરેલી જીલ્લા પોલીસ ટીમના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ એ.પી.ડોડીયા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા વર્ષ-૨૦૧૮ થી અપહરણના ગુન્હામાં લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



