કચરાના ઢગલામાંથી ચૂંટણીકાર્ડનો જથ્થો મળી આવતા ચકચાર મચી

0
10

અમરેલી,તા.૨૩
અમરેલી શહેરમાં કચરાના ઢગલામાંથી ચૂંટણી કાર્ડનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઇ છે. શહેરના હાઉસિંગ બોર્ડની ગલીમાંથી મોટી સંખ્યામાં બિનવારસી ચૂંટણી કાર્ડ મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. સ્થાનિકો દ્વારા આ મુદ્દે તંત્રને જાણ કરાતા અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. જે ચૂંટણીકાર્ડ મળી આવ્યા છે તે ડુપ્લીકેટ છે કે પછી તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરવાને બદલે ખુલ્લામાં ફેંકી દેવાયા તે પણ સવાલ છે.
જો ચૂંટણી કાર્ડ ઓરિજનલ હોય અને આઉટડેટેડ કાર્ડ કે પછી રદ્દ કરાયેલા હોય તો તેનો તંત્ર દ્વારા નિકાલ કરવો જરૂરી છે. પરંતુ જો આ ડુપ્લીકેટ કાર્ડ હોય તો મોટું કૌભાંડ હોવાની શક્યતા સેવાઇ રહી છે. હાલ તો તંત્રના અધિકારીઓએ ચૂંટણી કાર્ડનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY