સ્પામાં પોલીસ કર્મીએ અન્ય પાસેથી રોકડ રકમ લીધી, ઘટના સીસીટીવીમાં કેદ

0
10

અમરેલી,તા.૨૫
અમરેલી શહેરના એક સ્પામાં પોલીસ કર્મી રોકડ રકમ લેતો હોયો તેવા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં રમેશ દાફડા નામનો પોલીસ કર્મી શહેરના સ્પામાં પહોંચી અન્ય શખ્સ પાસેથી રૂપિયા લઈ રહ્યો છે. આ સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. પોલીસ કર્મીને અન્ય કેસમાં અગાઉ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. સીસીટીવી વાઇરલ થતા જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સિટી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નંબર ૫૧/૧૯ દાખલ કરી તપાસ શરૂ કરાઇ છે, બીજી તરફ પોલીસ કર્મીના ભૂતકાળ ખૂબ વિવાદાસ્પદ હોવાનુ ખુલ્યુ છે. જ્યારે અગાઉ અનેક આ પોલીસ કર્મી કરી ચૂક્યો છે અને અનેક પ્રકારની તેમના વિરુદ્ધ તપાસ પણ શરૂ છે, ત્યારે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ફરીવાર વિવાદોમાં સપડાતા પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY