સાવરકુંડલા,તા.૧૯
કૂવો અને બોરવેલના ખોદકામ વખતે અકસ્માતે અવારનવાર મજૂરોના મોત થવાની ઘટનાઓ ઘટતી હોવા છતાં તકેદારીના પગલા નહીં લેવાતા આવા બનાવો છાશવારે બન્યા કરે છે. ગત રાત્રીએ આવો જ એક અકસ્માત અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં થયો હતો. સાવરકુંડલાના હાથસણી ગામે કૂવામાંથી માટી કાઢતા સમયે માટી કાઢતા દોરડુ તુટ્યું હતું. આ અકસ્માતમાં બે મજૂરોના મોત થયા છે.
કૂવામાંથી મજૂરો જ્યારે માટી કાઢી રહ્યાં હતા ત્યારે અચનાક ક્રેન સાથે જાડાયેલું દોરડું તુટતા બંને મજૂરો નીચે પટકાયા હતા અને તેમના મોત થયા હતા. આ ઘટનામાં હાથીસણ ગામના ૪૨ વર્ષના મનસુખ ભાઈ જીંજુવાડિયા અને ૩૫ વર્ષના અતુલ ભાઈ કુંડેચાના મોત થયા છે. આ બંને મૃતકની લાશને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી.
જ્યારે ઘટના ઘટી ત્યારે આસપાસના લોકોએ તુરંત જ ૧૦૮ને બોલાવી હતી અને મજૂરોના મૃતદહને બહાર કઢાયા હતા. હાલમાં બંને મૃતકની લાશની પોસ્ટોમોર્ટમ કરવા માટે સાવરકુંડલા લઈ જવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




