અમરેલી,તા.૧૯
અમરેલીમાં પોલીસ અધિકારીએ તેમના જ એક પોલીસ કર્મચારીને માર મારતા હોબાળો થયો છે. આ સમાચાર આગની જેમ ચારેય બાજું ફેલાઈ ગયા છે.
અસલમાં અમરેલી જિલ્લાના પોલીસ વડા નિર્લિપ્ત રાયે અમરેલી સીટી પીએસઆઈ એન.જી. ગોસાઈને ઢોર માર માર્યો છે. મળતી માહિતી અનુસાર, આરોપીના રિમાન્ડ નામંજૂર થતા એસપી નિર્લિપ્ત રાય ગુસ્સામાં આવી ગયા હતા અને પીએસઆઈ એન.જી.ગોસાઈને કથિત રીતે થપ્પડ મારીને માર માર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં પીએસઆઈ ગોસાઈને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ વડાએ માર માર્યા બાદ પીએસઆઈ ગોસાઈની તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. હાલમાં પોલીસનો મોટો કાફલો સિવિલ હોસ્પિટલમાં હાજર છે. તે ઉપરાંત પોલીસ અધિકારીઓમાં અનબનના સમાચારને લઈને અમરેલી જિલ્લાનો અને પોલીસ બેડાનો માહોલ ગરમાયો છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



