મોબાઈલ પર વાત કરવામાં મશગુલ યુવકનું ટ્રેનની અડફેટે મોત

0
47

અમરોલી,તા.૪
અત્યારના જમાનામાં લોકોના જીવનમાં મોબાઇલે એટલું ઘેલું લગાડ્યું છે કે, લોકોને મોબાઇલ સિવાય કંઇ જ દેખાતું નથી. મોબાઇલ માટે લોકો પોતાના જીવને પણ જોખમમાં મુકી દે છે. મોબાઇલમાં રચ્યાપચ્યા રહેનારા લોકો માટે આંખ ઉઘાડતો કિસ્સો સુરતમાં બન્યો છે. જ્યાં મોબાઇલ ઉપર વાત કરવામાં મશગૂલ યુવક ટ્રેનની અડફેટે આવી ગયો હતો. અને પોતાનો જીવ ગુમાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે અમરોલી નજીક કોસાડમાં આશાપુરી મંદિર ખાતે રહેતો ૨૫ વર્ષીય ધર્મેશ ભદ્રેશભાઇ શાહ હીરાના કારખાનામાં નોકરી કરતો હતો. તે સાયણ નજીક ગોથાણ ખાતે રહેતા મિત્રને મળી પગપાળા ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન કોસાડ-ભરથાણા રેલવે ટ્રેક વચ્ચે મોબાઇલ ઉપર વાત કરતા કરતા પસાર થતો હતો ત્યારે માલ ગાડી ટ્રેનની અડફેટેમાં આવી ગયો હતો.
જેના પગલે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને તેને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY