મોરબી,તા.૪
મોરબીમાં રૂપિયાની લેતી-દેતીમાં ઠપકો આપવમાં આવતા બે સગા ભત્રીજાએ કાકાની હત્યા કરી હતી. નટરાજ ફાટક પાસે કાકાની નિર્મમ હત્યા કેસમાં બે ભત્રીજા સહિત ચાર લોકોને ઝડપી પડવામાં આવ્યા છે. મોરબીમાં રહેતા ધ્રુવકુમારસિંહ જાહેજા ખોડીયાર ટ્રાવેલ્સનો ધંધો કરતા હતા. ત્યારે જયરાજસિંહએ ટ્રાવેલ્સના ડ્રાઇવરને રૂપિયા હતા. આ રૂપિયાની લેતી-દેતી બાબતે કાકાએ જયરાજસિંહને ઠપકો આપ્યો હતો. જેને લઇને રોષે ભરાયેલા ભત્રીજાએ કાવતરૂ ઘડી સમાધાન કરવા કાકાને બોલાવ્યા હતા. જેને લઇ ધ્રુવકુમાર અન્ય લોકો સાથે સમાધાન માટે પહોંચ્યા હતા.
જયરાજસિંહ અને તેના સાથીઓએ મળીને તિક્ષ્ણ હથિયારો વડે હુમલો નટરાજ ફાટક પાસે કાકા ધ્રુવકુમારસિંહ જાડેજાની નિર્મમ હત્યા કરી હતી. જ્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા અન્ય લોકોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ ઘટના દરમિયાન બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસે આ હત્યા કેસમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ હત્યા કેસમાં જયરાજસિંહ જાડેજા, દિગુભા ઝાલા, મુકેશ ભરવાડ સહિત ચાર લોકોને ઝડપી પડવામાં આવ્યા છે. આ ચકચારી હત્યા કેસના સીસીટીવી ફૂટેજ સામે આવતા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


