અમૃતસર રાવણ દહન ટ્રેન દુર્ઘટનામાં જવાબદાર કોણ..?? રેલ્વે કે સરકાર..??

0
65

પંજાબના અમૃતસરમાં રાવણદહન સમયે ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા ૬૦થી પણ વધુ બતાવાઈ રહી છે. એક મંત્રીનાં પત્ની દુર્ઘટના પછી ત્યાંથી ભાગી ગયા હોવાની ખબર પણ છે. જે નિંદાને પાત્ર છે. દુર્ઘટના જે પ્રકારે બની છે તે જાતા કેન્દ્ર સરકાર અને રેલ્વે મંત્રાલયે માર્ગદર્શન (ગાઈડ લાઈન) નિર્દેશ તૈયાર કરવા જાઈએ. જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના ના બને. દુર્ઘટનામાં સ્થાનિક સત્તાતંત્રની સાથે સાથે રેલ્વેની પણ મોટી ભૂલ જાવાઈ રહી છે. માની લીધુ કે રાત્રીનો સમય હતો પરંતુ રેલ્વેનાં પાટા પર ઉભા રહેલા લોકોને એન્જીન ડ્રાઈવરને એન્જીનની દુર પ્રકાશ ફેંકતી લાઈટમાં કેમ દેખાયા નહિ..?? વસ્તી વચ્ચે દોડતી ટ્રેનની સ્પીડ કેટલી હોવી જાઈએ..?? જે ટ્રેને લોકોને કચડી નાખ્યા તે ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક ૧૦૦ કિમી હોવાની ખબર છે. જા કે ટ્રેને સીટી વગાડી પણ રાવણ દહનના ફટાકડાઓનાં અવાજમાં દબાઈ ગઈ. રાવણને સળગાવતા જ તેમાંથી નીકળતા ફટાકડાઓથી બચવા માટે લોકો રેલ્વે પાટા તરફ ભાગ્યા અને એ જ સમયે ટ્રેન આવી પહોંચી.
આ બધી બાબતોને જાતા રેલ્વે અને સ્થાનિક સત્તાવાળાઓની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જાઈએ. આટલા મોટા રાવણ દહન સમયે આગ લાગવાની કોઈ દુર્ઘટના ન બને. તેના માટે કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. સ્થળ પર અગ્નિશામક દળ કે એમ્બ્યુલન્સની એક પણ ગાડી હાજર ન હતી. રાવણ દહન દર વર્ષે બધી જગ્યાએ થાય છે. જાહેર છે કે દહન કરવા માટે આગ તો લાગવાની છે. ફટાકડાઓથી ભરેલા રાવણનાં પૂતળામાં આગ લાગવાથી કોઈપણ ઘટના બની શકે છે. એટલા માટે સ્થાનિક દ્રષ્ટિએ મોકાના સ્થળો પર ફાયરબ્રિગેડની ગાડીઓ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા જરૂરથી હોવી જાઈએ. વીવીઆઈપીની સાથે મેડિકલ ટીમ, ફાયરબ્રિગેડની ગાડી વગર કારણે દોડાવવાથી ટો સારું છે કે વર્ષમાં એકવાર રાવણ દહનનાં દિવસે લોકોની સુરક્ષા માટે વ્યવસ્થા હોવી જાઈએ. અગર દુર્ઘટના સમયે સરકારે થોડી પણ ચિંતા કરી હોત તો કદાચ અનેક લોકો બચી શકતા હતા.
કેન્દ્ર સરકાર ગાઈડ લાઈન બનાવે કે રેલ્વે પાટાઓ નજીક અને રાજમાર્ગ નજીક રાવણ દહન ન થવું જાઈએ. ખુલ્લા મેદાનમાં દહન થાય જેથી ત્યાં કોઈ દુર્ઘટના સમયે લોકો દોડીને પોતાના જીવ બચાવી શકે. રાવણના પુતળાની ઊંચાઈ પણ નક્કી કરો. મોટા અને ભારે વજનદાર પુતળા પડવાની આશંકાને ભૂલી ન જવાય. આવા ઉત્સવના સ્થળ પર કોઈ મંત્રી પણ હાજર રહે જેથી તેમની સુરક્ષાને બહાને પોલીસ અને સ્થાનિક પ્રશાસન હાજર રહે. રાવણ દહનના સ્થાન નજીક ફાયરબ્રિગેડની ગાડીઓ હોવી જ જાઈએ. ભીડનું નિયંત્રણ કરવા માટે પોલીસની વ્યવસ્થા હોવી જાઈએ. કોઈપણ હાલતમાં રેલ્વે પાટા નજીક અને જે રેલ પાટાઓ વસ્તીની વચ્ચે થઈને પસાર થાય છે તેની આજુબાજુ કોઈપણ હાલતમાં આવા ઉત્સવની મંજુરી ન હોવી જાઈએ. જેથી આવી દુર્ઘટનાને રોકી શકાય. દરેક ઘટના-દુર્ઘટના માણસને એક સબક શીખવાડે છે. અમૃતસરની દુર્ઘટનાનો સબક એ છે કે રેલ્વે પાટા નજીક કોઈપણ હાલતમાં કોઈપણ સ્થળે આવા ઉત્સવ ન થાય. કેન્દ્ર અને રેલ મંત્રાલય જલ્દીમાં જલ્દી ગાઈડલાઈન બનાવે અને તેનો કડક અમલ થાય તેવા સ્થાનિક સત્તાતંત્ર પગલા ભરે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY